શું ટ્રાફિકના નિયમો પોલીસ પર લાગુ નથી થતા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુરત પોલીસ અધિકારીનો વીડિયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-29 12:42:48

સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા અનેક લોકોના વીડિયો આપણને જોવા મળતા હોય છે. એ વીડિયો જોઈને આપણે અનેક વખત કહેતા હોઈશું કે આમને તો પોલીસને હવાલે કરી દેવા જોઈએ. પોલીસ જ તેમને કાયદાનું ભાન કરાવશે. પરંતુ જો પોલીસ જ કાયદાનો ભંગ કરતી દેખાય તો? નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ મેગા ડ્રાઈવનું આયોજન કરી રહી છે. કાયદાનું પાલન થાય તે માટે પોલીસ કટિબદ્ધ હોય છે પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરે તો? પોલીસનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વર્ધી પહેરેલા પોલીસ કર્મી છુટ્ટા હાથે બાઈક ચલાવી વટ પાડી રહ્યા છે.  

પોલીસ જ કાયદાનો ભંગ કરે તો? 

અમદાવાદમાં થયેલા અકસ્માત બાદ સ્ટંટબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા મેગાડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાયદાનું ભાન લોકોને થાય તે માટે પોલીસ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ સામાન્ય માણસને આપણે સ્ટંટ કરતા જોઈએ છીએ તો આપણે કહેતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે આવા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. એ સમયે આપણે કહેતા હોઈએ છીએ કે પોલીસ જ આવા લોકોને સીધા કરી શકે છે. પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કોણ કરશે? 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો પોલીસકર્મીનો સ્ટંટ કરતો વીડિયો 

સુરત પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વર્ધીમાં પોલીસ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતી દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસની ખુબ ટિકા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે જે રીતે પોલીસ દ્વારા સામાન્ય લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે, તેવી કાર્યવાહી શું પોલીસ આ પોલીસકર્મી વિરૂદ્ધ લેશે જે કાયદાનો ભંગ કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. પોલીસકર્મી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા ઉઠી છે. 


પોલીસ તંત્ર દ્વારા લેવાશે કોઈ પગલા?  

મહત્વનું છે અનેક વખત પોલીસની બેવડીનીતિ પર સવાલો ઉઠતા રહે છે. જે કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કરવી જોઈએ તેવી કાર્યવાહી સામાન્ય લોકો વિરૂદ્ધ કરવામાં આવે છે. અનેક વખત પોલીસ કાયદો પોતાના હાથમાં લેતા દેખાય છે તો કોઈ વખત જાણે ન્યાય કરવાની જવાબદારી તેવી રીતે તે કામ કરતા હોય છે. ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન  ઉઠી રહ્યો છે કે શું આ પોલીસ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે આ વખતે પણ પોલીસ આંખ આડા કાન કરશે તે જોવું રહ્યું...     



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.