Dahodના ખેડૂતોની 'દેડકી બોલાવવા'ની પરંપરા વિશે જાણો છો? મેઘરાજાને મનાવવા માટે આદિવાસી ખેડૂતો બોલાવે છે દેડકી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-08 09:33:35

ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હતા તેવું લાગ્યું. ઓગસ્ટમાં સારો વરસાદ થશે તેવી આશા રાખીને બેઠેલા ખેડૂતોને નિરાશા મળી. આખો મહિનો કોરો કટ સાબિત થયો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં હજી પણ સારો વરસાદ નથી વરસ્યો. મેઘરાજાને રિઝવવા માટે પારંપરિક રીત રિવાજો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ મેઘરાજાને મનાવવા 'દેડકી બોલાવવાની' પરંપરા કરી હતી. સાધુ બની ગામે ગામે ભિક્ષા માગી હતી અને પરંપરા પૂરી કરી હતી. 

ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો હતો 

જે રીતે ગુજરાતમાં વરસાદે પધરામણી કરી હતી, ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી.  આ સિઝન સારી જશે તેવી આશા ધરતીપુત્રોએ રાખી હતી. જે પ્રમાણે વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હતી તેને જોઈ લાગ્યું હતું કે આ વર્ષે સિઝનમાં સારો વરસાદ થશે. શરૂઆત પણ સારી થઈ હતી. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતા જ વરસાદ જાણે રિસાઈ ગયો હોય તેવું લાગ્યું હતું જેને કારમે ધરતીપુત્રો નિરાશ થઈ ગયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતાં જ વરસાદે રિએન્ટ્રી કરી છે. 


દાહોદમાં મેઘરાજાને રિઝવવા ખેડૂતોએ કરી આ પરંપરા 

પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો. વરસાદ ન થવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી કરીને જીવન વ્યતીત કરતા ખેડૂતોએ મેઘરાજાને રિઝવવા માટે પ્રાર્થના કરી હતી. મેઘરાજાને રિઝવવા માટે ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ મેઘરાજાના મનામણાં કરવા દેડકી બોલાવી હતી. લોકોએ વરસાદની આગાહી માટે ગામેગામ સાધુ બની ભિક્ષા માંગી આ પરંપરા પૂરી કરી. 

દેડકીને પૂછવામાં આવે વરસાદ ક્યારે પડશે!  

જેમાં ગામલોકો એકઠા થઈ સાધુ બનીને ગામમાં નીકળે છે અને ઘરે ઘરે થી સાધુની જેમ ભિક્ષા માંગે છે. ગામલોકો પોતાની પાસે જે પડ્યું હોય એટલું  લોટ, દાળ, છાણાં તેલ જેવુ સીધું સામાન આપે છે અને સામાન ભેગો કરીને ગામના પાદરે મંદિરે જાય જ્યાં લોટમાંથી દેડકી બનાવવામાં આવે છે અને એક થાળમાં દેડકી મૂકી તેના ઉપર માટલી ઢાંકી દેવામાં આવે છે. અને દેડકીને તિથી પ્રમાણે વરસાદની આગાહી પૂછવામાં આવે છે.  ત્યારે આ દેડકી માતા વરસાદ આવવાનો સંકેત આપે છે અને ગામમાંથી ભિક્ષા સ્વરૂપે ઉઘરાવેલું સીધું સામાન થી દાળ પાનિયા બનાવી ખાવામાં આવે છે.


આ પરંપરા અનેક લોકો માટે નવી હશે!

આ આખી પરંપરાનો વીડિયો સામે આવ્યો છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈ કદાચ શહેરામાં રહેતા લોકો અથવા તો આ પરંપરાને ન જાણતા લોકોને આ એકદમ નવું લાગ્યું હશે. પરંતુ ગામડાઓમાં આવી પરંપરા ખૂબ પ્રચલિત છે. નવી પેઢીને પરંપરા વિશે ખબર પડે. વિજ્ઞાનના સમયમાં વાતાવરણની આગાહી મળ્યા બાદ પણ આ ભોળા ખેડૂતો જે રીતે મનાવે છે તે જોઈ મેઘરાજાએ પણ માની જવું જોઈએ. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે