શું તમે જાણો છો કોણ હતા કે.ડી જાધવ, જેમને ગુગલે ડૂડલ બનાવીને કર્યા છે યાદ...


  • Published By :
  • Published Date : 2023-01-15 16:00:59

મોટી મોટી હસ્તીઓ અને મોટી મોટી ઘટનાઓને યાદ કરાવા ગૂગલ પાતોના ડૂડલ્સ બદલતા રહે છે. આજે પણ સર્ચ એન્જિન ગુગલે ડૂડલ બદલીને ભારતના દિગ્ગજ પહેલવાન ખાશાબા દાદાસાહેબ જાધવને યાદ કર્યા છે. સ્વતંત્રતાના સમય પછી ઓલિમ્પિકમાં તેમણે પહેલું સિંગલમાં મેડલ જીત્યું હતું. આજે તેમની 97મી જન્મજયંતી છે. 

Is Khashaba Dadasaheb Jadhav the India's 1st Olympic Champion? - Divya Jobs


27 વર્ષે  ઓલિમ્પિકમાં જીત્યો બોન્ઝ મેડલ 

15 જાન્યુઆરી 1926ના રોજ કે.ડી જાધવનો જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતી છે. મહારાષ્ટ્રના ગોલેશ્વર ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું કદ નાનું હતું પરંતુ જ્યારે તે કુશ્તીના મેદાનમાં ઉતરે તો મોટા મોટા પહેલવાનોને હંફાવી દેતા હતા. 1952માં હેલસિંકીમાં આયોજીત ગ્રીષ્મકાલિન  ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે તેમણે પદક મેળવ્યો ત્યારે તેઓ માત્ર 27 વર્ષના જ હતા. 

The first Indian to win an Olympic medal: KD Jadhav


કદ નાનું હતું પણ ભલભલા પહેલવાનોને હંફાવી દેતા 

કેડી જાધવ એવા પહેલવાનોમાંથી એક હતા જેમણે દુનિયાને બતાવ્યું કે પહેલવાન થવા હટ્ટા-કટ્ટા શરીરની જરૂર નથી હોતી પરંતુ આત્મવિશ્વાસ તેમજ ટેક્નિકની જરૂર હોય છે. તેમનું કદ માત્ર 5 ફૂટ 5 ઈંચનું હતું. કદ ભલે નાનુ હતું પરંતુ મોટા મોટા પહેલવાનોને તેમની સામે હારનો સામનો કરવો પડતો હતો.       

Google honours wrestler Khashaba Dadasaheb Jadhav on his 97th birth  anniversary - The Hindu

ઘૂંટણમાં ઈજા થતા  ઓલિમ્પિકમાં ગોલ્ડ ન જીતી શક્યા 

તેમણે કુશ્તીની શરૂઆત 10 વર્ષની ઉંમરેથી કરી દીધી હતી. પોતાના પિતા સાથે તેઓ રોજે કુશ્તીની પ્રેક્ટિસ કરતા હતા. તેમની ટેક્નિક્સ એકદમ અલગ હોતી હતી. પ્રથમ  ઓલિમ્પિકમાં તેમની મુલાકાત કુશતીમાં માહિકર ફ્લાઈવેટ પહેલવાન સાથે થઈ હતી. આ વખતે તેમણે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત થયું હતું. કાંસ્ય પદક તેમણે પોતાને નામ કરી લીધો હતો. પરંતુ  ઓલિમ્પિકમાં તેમના ઘૂંટણને ઈજા પહોંચી હતી જેને કારણે તેમણે કુશ્તી છોડી દીધી હતી. તેમનું નિધન 14 ઓગસ્ટ 1984માં થઈ ગયું હતું. જીવતા જીવ તેમને એવોર્ડે મળ્યો ન હતો પરંતુ નિધન બાદ 2000માં કુશ્તીના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.