OPDનો સમય વધારવા મુદ્દે હવે આરોગ્ય કર્મચારીઓએ રણશિંગું ફુક્યું, સચિવાલય સામે કર્યા ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:27:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી આંદોલનોનો જાણે રાફડો ફાટ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધા સુધારવાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ અગાઉ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં ઓપીડીનો સમય વધારવામાં આવ્યો હતો. જો કે હવે આ નિર્ણય સામે તબીબો વિરોધ પર ઉતર્યાં છે.


OPDનો સમય વધારવા સામે વિરોધ


આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે મુદ્દે વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ગાંધીનગર સ્થિત જૂના સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં OPDનો જૂનો સમય રાખવાને લઈને દેખાવો કર્યા હતા. કર્મચારીઓએ ‘કાળો કાયદો દૂર કરો’ના સુત્રોચાર કરવા સાથે દેખાવો કર્યા, આરોગ્ય વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે યોગ્ય નથી. આ સાથે સરકાર દ્વારા રવિવારે પણ નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે. આથી સરકાર પોતાનો આદેશ પરત લે તેમજ તાત્કાલીક ધોરણ જૂનો પરિપત્ર અમલી બનાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર અસર


જુનિયર તબીબોએ ઓપીડીના નવા સમયમાં કોઈ પણ જાતના સાથ સહકાર આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, OPD સેવામાં વધુ સમયના કારણે રેસિડન્ટ ડોક્ટરોના કોર્સ ઉપર વિપરિત અસર થાય છે. મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ જોતા તબીબોને માનસિક તેમજ શારીરિક રીતે વિપરિત અસર થાય છે. નવા નિયમ મુજબ અમારે રજાના દિવસે પણ કામ કરવું પડશે અને અઠવાડિયામાં એક પણ રજા નહીં મળે.


વિરોધ કરતાં તબીબોનું કહેવું છે કે, આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં પુરતી સુવિધા મળી રહે તે પ્રકારનું મેનેજમેન્ટ કરવું જોઈએ. ઓપીડીનો સમય વધારવાથી દર્દીનું સ્વાસ્થ્ય નહીં સુધરે. આ સાથે જ વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર થશે.


OPD અંગે સરકારે શું જાહેરાત કરી હતી?


આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે બે દિવસ પહેલા જ OPDને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરી, એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે.


સરકારી હોસ્પિટલોમાં સવારની OPDનો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે 9 થી 1 કલાક અને સાંજની OPDનો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે 4 થી 8 કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રાખવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે