Health Tips : શું શિયાળામાં વધારે થાય છે Hair Fall? જાણો શા માટે આ સિઝનમાં થાય છે હેર ફોલ? જો તમારા પણ વાળ ખરી રહ્યા છે અપનાવો આ ટીપ્સ


  • Published By :
  • Published Date : 2024-01-10 12:54:21

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ચોમાસાની સિઝન દરમિયાન માથાના વાળ ખરે છે, મતલબ હેર ફોલ થાય છે પરંતુ શિયાળાની સિઝનમાં પણ અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે વાળ ખરે છે. અનેક લોકોને હેર ફોલ આ સિઝનમાં થતો હોય છે, કદાચ તમારામાંથી પણ અનેક એવા હશે જેમને આ ફરિયાદ હશે. ત્યારે આજે જાણીએ કે શું શિયાળાને કારણે વાળ વધારે ખરે છે કે કોઈ બીજા કારણો પણ આની પાછળ જવાબદાર હોય છે? અનેક લોકો માનતા હોય છે કે તેલ ન નાખવાને કારણે વાળ ખરે છે વગેરે વગેરે...  

વધારે પડતા વાળ ખરતા હોય તો થઈ જજો સાવધાન, જરૂર કરાવી લેજો આટલા ટેસ્ટ, નહીં  તો બાદમાં પસ્તાશો | If you are also facing serious problem of hair fall  then definitely get

ન માત્ર ચોમાસામાં પરંતુ શિયાળામાં ખરે છે લોકોના વાળ

ડોક્ટરની માનીએ તો વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. અનેક લોકોના વાળ સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન ખરતા હોય છે પરંતુ અનેક લોકોના વાળ શિયાળા દરમિયાન પણ ખરતા હોય છે. ડોક્ટરનું માનીએ તો વાળ ખરવા પાછળ અનેક બીજા કારણો હોય છે જેવા કે ખાણી પીણી, બિમારીને કારણે લેવામાં આવતી દવાઓ, સ્ટ્રેસ, બહારનું વાતાવરણ જેવા કારણો આની પાછળ જવાબદાર હોય છે. શિયાળાને કારણે સ્કીન ડ્રાય થઈ જતી હોય છે, સ્કીન ડ્રાય થવાને કારણે ડેન્ડ્રફ વધી જાય છે. અને એના કારણે વાળ વધારે ઉતરે છે. ન માત્ર વાળ ઉતરે છે પરંતુ માથામાં ખંજવાળ આવે છે.      

વાળને વધારવા માટે વિટામિન E ઓયલનો કરો ઉપયોગ – Revoi.in

તેલ લગાવાથી ઓછા ઉતરે છે વાળ?      

જો તમે માનતા હોવ કે તેલ લગાવવાથી વાળ નથી ઉતરતા તો કદાચ તમે ખોટા છો. વાળ ઉતરવાને અને તેલને કોઈ સીધો સંબંધ નથી. ડોક્ટરનું માનવું હોય છે કે તેલ લગાવવાથી વાળ સોફ્ટ બને છે. તેલ લગાવવાથી વાળ ચમકે છે. તેલ દ્વારા કરવામાં આવતી મસાજથી blood circulation થાય છે જે વાળ માટે સારૂં હોય છે. પરંતુ જો તમે માનો છો કે તેલ લગાવાથી વાળ ઉગે છે તો તમે કદાચ ખોટા છો.   


આ 1 કારણથી થાય છે પુષ્કળ હેર ફોલ અને વાળ ખરતા બંધ નથી થતાં, જાણીને તરત જ  કરી લો ઉપાય | Lack of iron increase hair fall and hair loss know the  solution

વાળ ઓછા ઉતરે તે માટે અપનાવો આ ટિપ્સ! 

જો વાળને ખરતા અટકાવવા માટે અનેક ઘરેલૂ ઉપાયો છે. નિષ્ણાંતોના મતે તમે વાળને ખરતા અટકાવવા નારિયેળના તેલમાં સૂકેલા મીઠો લીમડાના પત્તા ઉમેરી શકો છે. તે સિવાય દહીનો ઉપયોગ કરવો પણ ફાયદાકારી સાબિત થઈ શકે છે. દહીને માથામાં લગાવી રાખવાથી વાળ મજૂબત થાય છે વાળ ખરવાનું ઓછું થાય છે. એવું માનવામાં આવે છે કે ડેન્ડ્રફને ઓછો કરવા એલોવીરા પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. વાળ પર એલોવિરા લગાવવાથી વાળ ઓછા ખરે છે.    



નોંધ - કોઈ પણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે...


વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.