ડોનાલ્ડ ટ્રમ્પએ રોકાણકારોના ૧૩૦૦ લાખ કરોડ ધોઈ નાખ્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-08 16:59:02

દુનિયાભરમાં આજકાલ જો કોઈ શબ્દ સૌથી વધારે ચર્ચામાં છે તો તે "ટેરિફ" છે . આ શબ્દ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ખુબ જ પ્રિય શબ્દ છે. વિશ્વભરના અર્થતંત્ર ડામાડોળ થવાની સ્થિતિમાં પહોંચી ચુક્યા છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરના રોકાણકારોના ડોનાલ્ડ ટ્રમ્પએ ૧૩૦૦ લાખ કરોડ ડૂબાડયા છે . તો બીજી તરફ યુરોપના નાનકડા દેશ લક્ઝમ્બર્ગમાં યુરોપીઅન કમિશનના નાણાં મંત્રીઓની મિટિંગ યોજાઈ હતી વાત કરીએ કેનેડાની તો કેનેડાના સત્તાધારી પક્ષ લિબરલ પાર્ટીના માર્ક કારની શરૂઆતના સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

Who's getting hit by Trump's tariffs? Breaking down 'Liberation Day' |  Euronews

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટહાઉસમાં આવ્યા ત્યારથી અમેરિકાને ફરી એકવાર મહાન બનાવવાની વાત કરી રહ્યા છે. પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે ઊંટ કાઢતા બકરું પેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે.  અમેરિકાએ ૬૦ દેશો પર ટેરિફ લગાવીને ૫૨ લાખ કરોડ બચાવવાના ચક્કરમાં ડોનાલ્ડ ટ્રમ્પએ વિશ્વભરના રોકાણકારોના ૧૩૦૦ લાખ કરોડ ડૂબાડયા છે. હવે જાણીએ કેમ આ સ્થિતિ સર્જાઈ . અમેરિકાએ તેના ખાસ બિઝનેસ પાર્ટનર પર જેમ કે ભારત , ચીન , દક્ષિણ કોરિયા , જાપાન પર ટેરિફ લગાવી દીધા છે. તો આ બાજુ હવે કેનેડા અને ચાઈનાએ કાઉન્ટર ટેરિફ લગાડ્યા છે. બીજું અમેરિકામાં ભયકંર મંદીની સંભાવના વધી ગઈ છે . જેમ કે , ૧૯૩૦માં સમુત્ત - હોઉલે એક્ટ થકી અમેરિકામાં ભયંકર મંદી આવી હતી .

 

Member state of the European Union - Wikipedia
વાત કરીએ યુરોપની તો , યુરોપના એક નાનકડા દેશ લક્ષમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ દેશોના નાણાંમંત્રીઓની મિટિંગ યોજાઈ હતી . જેમાં  અમેરિકા પર ઝીરો ટુ ઝીરો ટેરિફ લગાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરવાનો સંકેત આપ્યો છે. આ મિટિંગમાં ચર્ચા એ પણ થઇ કે યુરોપીઅન યુનિયન અમેરિકાની ટેક જાયન્ટ કંપની  ગુગલ , એપલ , અમેઝોન પર ટેક્સ નાખી શકે છે.  યુરોપીઅન કમિશનના ૨૭ દેશો આ અગાઉ અમેરિકાએ સ્ટીલ , એલ્યૂમિનિયમ અને કાર પર ૨૫ ટકા જયારે બુધવારથી ૨૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા છે .  હમણાં થોડા સમય પેહલા ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ ઈલોન મસ્કે યુરોપ અને અમેરિકા વચ્ચે ફ્રી ટ્રેડ ઝોનની વાત કરી હતી પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના ટોપ ટ્રેડ એડ્વાઇઝર પીટર નેવરોએ આ આખી વાતને રદિયો આપ્યો છે. જોકે એક વાત ચોક્કસ છે કે , આ અઠવાડિયાના અંતથી યુરોપીઅન યુનિયન અમેરિકા પર ૨૮ બિલિયન ડોલરનો કાઉન્ટર ટેરિફ અમેરિકા પર લાદવા જઈ રહ્યું છે.

 

 Canada Maps & Facts - World Atlas

વાત કરીએ કેનેડાની તો , કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શનશ છે. આમ તો સત્તાધારી લિબરલ પાર્ટી ૨૦૧૫થી સત્તામાં છે . ૨૦૧૫થી માર્ચ ૨૦૨૫ સુધી જસ્ટિન ટુડરો સત્તામાં રહ્યા . પરંતુ હવે લિબરલ પાર્ટીએ માર્ક કારનીને વડાપ્રધાન પદે બેસાડ્યા છે. આ લિબરલ પાર્ટીની સ્પર્ધક છે કન્ઝર્વેટિવ પાર્ટી અને તેના નેતા છે પિયરે પોલીવર . આપને જેમ અગાઉ જણાવ્યું તેમ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ચૂંટણીઓ છે. ત્યાં ન્યૂઝ એજન્સીઓ દ્વારા વિવિધ સર્વેય થતા હોય છે. આવો જ એક સર્વે જયારે જાન્યુઆરી ૨૦૨૫માં થયો ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોલીવર આગળ હતા પરંતુ હવે લિબરલ પાર્ટીના માર્ક કારની હમણાં થયેલા સર્વેમાં પોલીવર કરતા આગળ ચાલી રહ્યા છે. તેનું એક કારણ એવું બહાર આવ્યું છે કે , કેનેડાના લોકો માની રહ્યાં છે કે , અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરનો સામનો કરવા માર્ક કારની વધુ સક્ષમ નેતા છે. ટેરિફવોરથી કેનેડામાં રાષ્ટ્રવાદ વધ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર કેનેડાને અમેરિકાનું ૫૧મુ રાજ્ય બનાવવાની વાત કરી ચુક્યા છે . 

વાત કરીએ કેનેડાની તો કેનેડામાં ભારતની જેમ જ સંસદીય ચૂંટણીની પ્રણાલી છે. ત્યાં આખા દેશમાં ૩૪૨ રાઇડિંગ્સ એટલેકે બેઠકો હોય છે. ત્યાંના સાંસદોની ચૂંટણી ફર્સ્ટ પાસ્ટ દ પોસ્ટ સિસ્ટમ થકી થાય છે . કેનેડાની સંસદનું ઉપલું ગૃહ સેનેટ કહેવાય છે જયારે નીચલું ગૃહ હાઉસ ઓફ કોમન્સ કહેવાય છે .  હાઉસ ઓફ કોમન્સમાં જે પાર્ટીની બેઠકો વધારે હોય તે પાર્ટીનો વડાપ્રધાન બને છે. કેનેડામાં ૧૮ વર્ષની ઉમરથી તમે મતદાન કરી શકો છો સાથે જ ૧૮ એ ઓછામાં ઓછી ઉમર છે ચૂંટણીઓમાં ઉભા રેહવાની .

 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.