ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભોગે "ગ્રીનલેન્ડ" પાછું લેવા તૈયાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-15 19:48:56

નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઈઝેશન)ના વડા માર્ક રૂટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હોઉસ પહોંચ્યા હતા .  બેઉ નેતાઓએ વિવિધ મુદ્દાને લઇને વ્યાપક ચર્ચા હાથ ધરી હતી . આ ચર્ચા પછી પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું કે , નાટો સંગઠન ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા અમને મદદ કરે. તો આજે આપણે સમજીશું કે , કેમ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને લઇને ખુબ જ રસ ધરાવે છે. નાટો દુનિયાનું સૌથી તાકાતવર લશ્કરી સંગઠન જેના વડા છે માર્ક રૂટ . તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હાઉસ પહોંચ્યા હતા . બેઉ નેતાઓ વચ્ચે રશિયા - યુક્રેન વોર થી લઇને યુરોપ સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી . આ પછી બેઉ નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું છે . જેમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો કે , આપની ગ્રીનલેન્ડને લઇને ભવિષ્યની શું યોજના છે? આ સવાલનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે , " ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે. ગ્રીનલેન્ડ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના એંગલથી ખુબ મહત્વનું છે . ઘણા ખેલાડીઓ ગ્રીનલેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે . આને લઇને આપણે ઘણું સાવચેત થવાની જરૂરત છે. નાટો સંગઠન અમેરિકાને મદદ કરી શકે છે." અહીં ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના અને રશિયાનો ગર્ભિત રીતે ઉલ્લેખ કરી રહ્યા છે . 

Donald Trump - Wikipedia

આ પછી માર્ક રૂટે જવાબ આપતા કહ્યું કે , " આર્કટિકમાં ખરેખર સમસ્યા છે . ગ્રીનલેન્ડએ યુએસમાં જોડાવું જોઈએ કે નહિ આ પ્રશ્નમાં હું નાટોને બહાર રાખીશ . પણ આર્ક્ટિકમાં ટ્રમ્પની ચિંતા બરાબર છે . ચાઈનીઝ અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠાના માર્ગો પર ચહલપહલ વધી રહી છે . આપણે જાણીએ છીએ કે આપણી પાસે આઈસ બ્રેકર નથી . રશિયા સિવાયના આર્કટિક દેશો અમેરિકાના નેતૃત્વમાં આર્ક્ટિકના જળમાર્ગોને સુરક્ષિત કરવાના કામ કરી રહ્યા છે . સંજોગો હવે બદલાઈ રહ્યા છે. " આમ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોની મદદથીજ નાટોના જ સભ્ય ગ્રીનલૅન્ડનું અમેરિકામાં વિલીનીકરણ કરવા માંગે છે . 

Image

અમેરિકાએ ભૂતકાળમાં ઘણા પ્રદેશો બીજા દેશો પાસેથી ખરીદેલા છે . જેમ કે ૧૮૦૩માં લૂઝીયાનાને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું . આ પછી ૧૮૬૭માં અલાસ્કાને રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું . ૧૮૯૮માં યુએસએ હવાઈ ટાપુઓને ત્યાંની રાજાશાહીને ઉખાડીને વિલીનીકરણ કર્યું હતું . આ જ વર્ષે પ્યોરટું રિકોનું વિલીનીકરણ કર્યું . ૧૯૧૭ માં બ્રિટિશ વર્જિન ટાપુઓને ડેનમાર્ક પાસેથી ખરીદવામાં આવ્યા . આ પેહલીવાર નથી યુએસએ ગ્રીનલેન્ડને  ખરીદવા માંગે છે . આ પેહલા ૧૯૪૬માં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેનએ ગ્રીનલેન્ડને ડેનમાર્ક પાસેથી ખરીદવા પહેલ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા .

Harry S. Truman - Wikipedia

અમેરિકા એક મહાસત્તા છે તેના લીધે વિશ્વના લગભગ બધા જ ભાગોમાં તેના નેવલ અને એરબેઝ આવેલા છે . અમેરિકાનું પિત્તુફિક નામનું  એરબેઝ જે સૌથી ઉત્તરમાં આવેલું છે તે ગ્રીનલેન્ડમાં  છે . ક્લાઈમેટ ચેન્જની સમસ્યાના લીધે ઉત્તર ધ્રુવનો બરફ ઓગળી  રહ્યો છે . તેના લીધે ગ્રીનલેન્ડને લઇને નવી શિપિંગ લાઇન્સ એટલેકે જળમાર્ગો ખુલી રહ્યા છે . આ પ્રદેશમાં  રેર અર્થ મટીરીઅલ્સને લઇને અમેરિકાને ગ્રીનલેન્ડમાં રસ પડ્યો છે આ ઉપરાંત ચાઈનીઝ અને રશિયન જહાજો ગ્રીન લેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે માટે યુએસ ચિંતિત છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે