ટ્રમ્પના નિર્ણયથી ભારતમાં મોંઘવારીમાં થઈ શકે છે જોરદાર વધારો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-01 14:41:12

સમગ્ર વિશ્વ હાલમાં ખુબ મોટી મોટી ઉથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે. એક તરફ આપણા પાડોશી દેશ મ્યાનમારમાં ભુકંપથી  મૃત્યઆંક ૨૦૦૦ સુધી પહોંચી ચુક્યો છે. તો આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પએ હવે રશિયાને ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન યુદ્ધને લઇને પીસ ડીલ માટે તૈયાર ના થયું તો રશિયન ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મોહંમદ યુનુસ જયારે ચાઈના ગયા ત્યારે ભારત પર ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે .  

Will TikTok survive in US? Know what Donald Trump said as April 5 deadline  looms for ByteDance sale | Mint

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ફરી એકવાર પાછા ફર્યા છે ત્યારથી જ સમગ્ર દુનિયામાં તેમના નિર્ણયોને લઇને ફફડાટ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પએ રવિવારના રોજ ફરી એકવાર ચીમકી ઉચ્ચારી છે કે , જો રશિયાએ  યુક્રેન યુદ્ધને લઇને શાંતિવાર્તા કરવામાં નીરસતા દેખાડી તો રશિયાના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . ફેબ્રુઆરી ૨૦૨૨માં જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી રશિયાના ક્રૂડ ઓઇલની નિકાસ ભારત દ્વારા મોટા પાયે કરવામાં આવી છે. એવું કહો કે , ભારત રશિયન અર્થતંત્રનું મહત્વનું સ્તંભ બનીને ઉભર્યું છે . તો રશિયા આપણને ડિસ્કાઉન્ટ પર આ ક્રૂડ ઓઇલ આપે છે.  આ માર્ચ મહિનામાં આપણે ૧.૮૫ મિલિયન બેરલ પર ડે જેટલું રશિયન ક્રૂડ આયાત કર્યું છે . તો આ તરફ પશ્ચિમ એશિયાના બીજા દેશો ઇરાક , સાઉદી અરેબિયા પાછળ ધકેલાઈ ચુક્યા છે.  વાત કરીએ કે જો અમેરિકા રશિયન ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ લગાડે છે તો , ભારતે પછી પશ્ચિમ એશિયાના બીજા દેશો તરફ નજર દોડાવી પડશે . દાખલા તરીકે આવા જ પ્રતિબંધો અમેરિકાએ  ઈરાન પર લગાડ્યા હતા તો ભારતે ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવું પડ્યું છે.  પરંતુ રશિયા પર આ સેકન્ડરી ટેરિફ રશિયન ઓઇલ પર લગાડવામાં આવે તો , ભારતે રશિયન ઓઇલ માટે ૨૫ થી ૫૦ ટકા સુધી વધુ ભાવ ચૂકવવો પડે. માટે ભારતને ડિસકાઆઉન્ટ પર મળતું ઓઇલ બંધ થઇ જાય જયારે આપણા ત્યાં મોંઘવારીમાં હજુ વધારો થઇ શકે છે. 

Modi's Moscow miscalculation | Lowy Institute

આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ તેની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ હાલમાં ચાઈનાની ચાર દિવસની મુલાકાતે હતા .  પરંતુ ચાઈનામાં ભારતના ઉત્તર પૂર્વીય હિસ્સાને લઇને ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમનું આ નિવેદન સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યું છે . મોહમ્મદ યુનુસે કહ્યું છે કે , " ભારતનો પૂર્વીય હિસ્સો કે જેને સેવન સિસ્ટર્સનો પ્રદેશ કહેવાય છે , તે એક લેન્ડલોક દેશ , લેન્ડલોક ભાગ છે . તેમની પાસે દરિયાઈ કાંઠે પહોંચવાનો કોઈ પણ રસ્તો નથી. અમે જ ભારતના આ પૂર્વીય હિસ્સાના રક્ષક છીએ . અહીં ખુબ જ સંભવનાઓ રહેલી છે . ભારતનો આ ભાગ ચાઈનાના અર્થતંત્રનો ભાગ બની શકે છે. " વાત કરીએ  ભારતનો ઉત્તર પૂર્વીય ભાગની તો તે સેવન સિસ્ટર સ્ટેટ્સથી બનેલો છે. જેમાં સિક્કિમ , આસામ , અરુણાચલ પ્રદેશ , નાગાલેન્ડ , મણિપુર , મિઝોરમ અને ત્રિપુરનો સમાવેશ થાય છે. ભારતનો આ ભાગ ચિકન નેક કોરિડોર એટલેકે , સિલીગુરી કોરિડોર થકી જોડાયેલો છે.   બાંગલાદેશની થોડાક સમયથી પાકિસ્તાન અને ચાઈના સાથે નિકટતા વધી રહી છે. આ અઠવાડિયાના અંતે મોહમદ યુનુસ બિમસ્ટેકમાં ભાગ લેવા થાઈલેન્ડ જવાના છે . 

Islamists' Dream Of Choking Chicken's Neck Corridor To Cut Off Northeast  India Can Come True, Thanks To Complete Demographic Change

વાત કરીએ પશ્ચિમ એશિયાની તો ત્યાં હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ધમકી આપી હતી કે જો ઈરાન અમેરિકા સાથે નુક્લીયર ડીલને લઇને વાત કરવા તૈયાર નઈ થાય તો અમે તેની પર એર સ્ટ્રાઇક્સ કરીશું . સામે હવે ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેઇનીએ અમેરિકાને વળતો જવાબ આપતા કહ્યું છે , " અમેરિકા અને ઇઝરાયેલ હંમેશાથી ઇરાનના દુશ્મન રહ્યા છે. અમારી પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવો હાલમાં શક્ય નથી . અને જો અમેરિકાએ આવી જ કોઈ પણ પહેલ કરી તો અમે પણ ચૂપ નઈ બેસીએ." ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાને લઇને હાલમાં મેક્સિમમ પ્રેશરની પોલિસી અપનાવી છે. 

Trump cautions 'bad things' in store if Iran won't negotiate | Fox News

પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ઓક્ટોબર ૨૦૨૩થી ખુબ જ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે ત્યાં પણ શાંતિ કરારો માટેનો વાર્તાલાપ અટકેલો છે. ઇઝરાયલની માંગ છે કે , હમાસ તેમના બાકીના બંધકો પાછા આપે સાથે જ રફાહ જંકશનને ખાલી કરવામાં આવે . ત્યાં ગમે ત્યારે ઇઝરાયેલી આર્મી દ્વારા ઓપરેશન થઇ શકે છે . આપને જણાવી દયિકે આ રફાહ જંક્શન ગાઝા અને ઈજીપ્ત વચ્ચે આવેલો છે. 

Gaza Strip

આપણો પાડોશી દેશ મ્યાનમાર જ્યાં થોડાલ સમય પેહલા ૭.૭ની તિવ્રત્તાનો ખુબ જ ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યાં તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. લોકોને ઇમારતોના કાટમાળમાંથી બહાર કઢાઈ રહ્યા છે . ભારતે ત્યાં બચાવ કામગીરી માટે ઓપરેશન બ્રહ્મા મોકલ્યું છે. જોકે હવે આ ભૂકંપથી મૃત્યુનો આંક ૨૦૦૦ સુધી પહોંચી ચુક્યો છે. 

India fills the void: How 'Operation Brahma' is taking the lead in Myanmar  crisis

તો આંતરરાષ્ટ્રીય સમાચારો માટે જોતા રહો જમાવટ



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.