Ahmedabadના રસ્તા પર દોડશે ડબલ ડેકર બસ! અમદાવાદના મેયરે બતાવી ઝંડી, જાણો કયા રૂટ પર દોડશે બસ?


  • Published By :
  • Published Date : 2024-02-03 15:37:22

હજી સુધી અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસ બસ તેમજ બીઆરટીએસ બસો દોડતી હતી. આ બસની સુવિધાઓ ઉપલબ્ધ હતી પરંતુ આજથી અમદાવાદના રૂટ પર ડબલ ડેકર એસી બસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડબલ ડેકર એસી બસની સુવિધાનો પ્રારંભ આજથી થઈ ગયો છે. 33 વર્ષ બાદ ફરી એક વખત અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડશે. અમદાવાદ શહેરના મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં બસને ફેલગ ઓફ કરવામાં આવી હતી. અત્યાધુનિક ટેક્નોલોજીથી આ બસ સજ્જ છે. વિવિધ સુવિધાઓ આ બસમાં મૂકવામાં આવી છે.

આ રૂટ પર હમણાં દોડશે ડબલ ડેકર બસ!

ગાંધીનગરમાં થોડા સમય પહેલા જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે લંડનથી 5 જેટલી બસોને લાવવામાં આવી હતી. સમિટ વખતે ડબલ ડેકર બસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે. સાત રૂટ પર આ બસ દોડશે તેવી માહિતી સામે આવી છે પરંતુ હમણાં એક રૂટ પર જ બસને દોડાવવામાં આવશે. વાસણા- ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ બસ કયા રૂટ પર દોડશે તે અંગેની માહિતી આપવામાં આવશે. 6 બસ કયા રૂટ પર દોડશે તે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે.

News18 Gujarati

30 વર્ષ પહેલા દોડતી હતી ડબલ ડેકર બસ 

મહત્વનું છે અનેક દાયકાઓ પહેલા આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડતી હતી. પરંતુ સમય જતા આ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. બાળકો જ્યારે આવી બસમાં સફર કરતા હતા ત્યારે તેમનો આનંદ અનેરો હતો. અનેક લોકો આ બસમાં મુસાફરી કરી ચૂક્યા છે જે તે સમયે ત્યારે ફરીથી આવી મુસાફરી કરવાનો લ્હાવો અમદાવાદમાં મળી રહ્યો છે. 


શું છે બસની ખાસિયત? 

આ બસમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. પહેલી વાત તો એ કે આ બસ એસી બસ છે. બીજી વાત એ કે આ ઈલેક્ટ્રિક બસ અને આ બસમાં યુએસબી ચાર્જિંગ છે. એવી માહિતી સામે આવી છે કે એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આ બસ 250 કિમી ચાલી શકે. અને બસને ચાર્જ કરવામાં 3 કલાક જેટલો સમય લાગશે. મહત્વનું છે કે ડબલ ડેકર બસમાં બેઠેલા લોકો જ્યારે આ બસને જોશે ત્યારે તેમની યાદો તાજી થઈ જશે. એવી માહિતી સામે આવી છે કે એપ્રિલ -મહિના સુધીમાં 10થી 15 એસી બસ વધુ આવી જશે.



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.