Jamawatની એપ્લિકેશનને આજે જ ડાઉનલોડ કરો, આ રહી Application Download કરવાની લિંક


  • Published By :
  • Published Date : 2023-09-01 11:36:22

જમાવટને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં ગુજરાતના દર્શકોનો જમાવટને ખુબ પ્રેમ આપ્યો છે. અમારા કન્ટેન્ટને, અમારા વીડિયોને તમે જોવાનું પસંદ કરો છો. ગુજરાતીઓએ સહર્ષ અમારો સ્વીકાર કર્યો અને જમાવટ, અમારી સફરને આગળ વધારવામાં અમારી સહાયતા કરી. તે બદલ દિલથી આભાર ગુજરાત...  


જમાવટની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક  

દર્શકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અમે એક નવા પ્લેટફોર્મ પર આવી ગયા છીએ. અમારા દર્શકોને એક ખૂશખબર આપવી છે કે જમાવટના પ્રથમ બર્થ-ડે પણ અમે લોન્ચ કરી છે જમાવટની એપ્લિકેશન. જમાવટના વીડિયોઝ, સમાચારો હવે તમે અમારી એપ્લિકેશનમાં જોઈ શક્શો. સારૂં કન્ટેટ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સમાચારો સારા કન્ટેટ સાથે તમારા સુધી જલદી પહોંચે તે માટે અમે એપ્લિકેશન લોન્ચ કરી છે. મોબાઈલમાં તમે અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છે. Anroidમાં જમાવટ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લીક કરો.  


https://play.google.com/store/apps/details?id=com.jamawat.news



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે