પોઈચા અને મોરબીમાં બની ડૂબવાની ઘટના, ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન, બાકી રહેલા લોકોને શોધવાની કોશિશ જારી


  • Published By :
  • Published Date : 2024-05-16 13:16:06

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકીના રહેલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોની લાશ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે.. હજુ ત્રણ લોકો લાપતા છે, અને તેમની શોધખોળ ચાલી રહી છે..  આજે પણ ત્યાં રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે... 



મચ્છુ નદીમાં ન્હાવા ગયા હતા યુવાનો અને... 

આની ચર્ચાઓ હજી શાંત થઈ ના હતી ત્યાં મોરબીથી આવી જ વ્યક્તિઓના ડૂબવાની ઘટના સામે આવી..  ત્રણ મિત્રો મચ્છુ નદીમાં ડૂબ્યા હતા જેમાંથી બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે.. અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.. ઘરેથી કહીને નિકળ્યા હતા કે તેઓ સ્વીમિંગ પુલમાં જાય છે પરંતુ ગયા મચ્છુ નદીમાં ન્હાવા.. મળતી માહિતી અનુસાર 7 લોકો ન્હાવા ગયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની, ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે.. બાકી રહેલા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે... 


પાણીમાં તણાઈ જતા સર્જાતી હોય છે દુર્ઘટના  

મહત્વનું છે કે પાણીમાં ડૂબી જવાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે.. હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેને કારણે ગરમીથી બચવા માટે લોકો ન્હાવા જતા હોય છે.. અજાણ્યા પાણીમાં ના જવું જોઈએ તેવી વાત અનેક વખત આપણા વડીલો દ્વારા કરવામાં આવે છે પરંતુ અનેક વખત આપણે એ વાતની અવગણના કરતા હોઈએ છીએ અને આવી દુર્ઘટના બનતી હોય છે.. 



દેશમાં કેટલા લોકોના મોત ડૂબી જવાને કારણે થયા? 

એક મીડિયા રિપોર્ટમાં એનસીઆરબીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ  દેશમાં વર્ષ 2022મં ડૂબી જવાને કારણે 38 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે પૈકી ગુજરાતમાં મોતનો આંક 1959 છે.. મહત્વનું છે કે થોડા સમયની અંદર જ આવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં લોકોના મોત ડૂબી જવાને કારણે થયા છે..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે