હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે. અમેરિકાનું હંમેશાથી ભારતીય ઉપમહાદ્વીપના બેઉ દેશો ભારત અને પાકિસ્તાન વિશે બેવડું વલણ રહ્યું છે.
૧૯૬૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તે દરમ્યાન , અમેરિકા અને પશ્ચિમી દેશોએ પાકિસ્તાનને આધુનિક હથિયારો આપ્યા આપણી વિરુદ્ધમાં લડવા માટે. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ બંગાળની ખાડીમાં USS એન્ટરપ્રાઇઝ નામનું વિમાનવાહક જહાજ ભારત પર આક્રમણ કરવા મોકલ્યું હતું પરંતુ તે વખતે સોવિયેત યુનિયનના દબાણ આગળ અમેરિકાએ ઝૂકવું પડ્યું . હવે પહલગામના આતંકી હુમલા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ સામે આવ્યું છે. આપને જાણીને નવાઈ થશે કે , ૯/૧૧ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો હતો . એ વખતે જ અમેરિકાની આંખ ખુલવી જોઇતી હતી તેમ છતાં હજુ પણ અમેરિકાનું બેવડું વલણ યથાવત છે. આજ અમેરિકાએ એક તરફ 9 / 11ના હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમ લોન્ચ કર્યું હતું , આ પછી ઇરાકમાં ઓપરેશન ઈરાકી ફ્રીડમ લોન્ચ કર્યું હતું . હવે આ જ અમેરિકા પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા તૈયાર થયું છે એટલુંજ નહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્તી સમાધાન કરાવવા માંગે છે. આપણે એ પણ ના ભૂલવું જોઇએ કે આજ અમેરિકા અને પશ્ચિમી દેશોએ IMF થકી એક સહાય પાકિસ્તાન માટે મંજુર કરી દીધી છે. તો આ બેવડું વલણ નથી તો શું છે? તમે જે આતંકવાદની સામે લડાઈ લડો તે ખરો આતંકવાદ બીજા દેશોની લડાઈ ખોટી થઇ ગઈ . આમ અમેરિકાનું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું જે મહોરું છે આતંકવાદને લઇને તે સમગ્ર દુનિયા સામે છતું થયું છે.
હવે ડોનાલ્ડ ટ્રમ્પને બાપ બનવું છે . તમે પાકિસ્તાનના બાપ બનો , પાકિસ્તાન સામે જગતજમાદારી કરો પરંતુ ભારત કોઈ પણ કિંમતે અમેરિકાની જગતજમાદારી નઈ સ્વીકારે . આઝાદી વખતે ભારતની નીતિ બિનજોડાણવાદની હતી , હાલમાં ભારતે મલ્ટીલેટરાલીઝમ એટલેકે , બહુપક્ષીયવાદની નીતિ અપનાવી છે . એટલેકે , ભારત કોઈ પણ દેશની જગતજમાદારી પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધમાં નથી સ્વીકારતું .