થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .
રાજકોટ અમરનાથ મંદિરમાં આરતી કરવાની ના પાડવા પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . આ પછી પોલીસે પાસા એટલેકે , (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. તો હવે આ બાબતે , મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિની વાળા પર ગોંડલથી એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે જેમાં આ વ્યક્તિ પદ્મિની બા વાળાને કહે છે , તમે કેમ કોઈના વિશે જેમતેમ બોલો છો . આ પછી , પદ્મિની બા વાળા અને આ અજાણ્યા શક્શ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. આમ પદ્મિની બા વાળાએ અજાણ્યા શક્સને કહી દીધું છે કે , કોઈ પણ પ્રકારનું દબાણ ગોંડલથી ચાલશે નહિ. ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની ધરપકડ પર પદ્મિની બા વાળાએ કહ્યું છે કે, પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકારની આ ચોખી તાનાશાહી છે. પીટી મામાને ખરાબ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સહેજ પણ સાંખી નહિ લે . આમાં ન્યાય મળવો જોઈએ. ૨૪ કલાકમાં આનું રિઝલ્ટ આવવું જોઈએ. નહીંતર ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરશે.
ક્ષત્રિય આંદોલનના નેતા પી ટી જાડેજા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. કેમ કે , જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ , રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. થયું છે એવું કે , રાજકોટમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ અમરનાથ મંદિર આવેલું છે. મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું . તેની માટે મંદિર બહાર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા . પરંતુ જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે , ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી બંધ કરવા ધમકી આપી છે . સાથેજ મંદિરની બહાર જે બેનરો હતા તેને પણ કઢાવી નાખવામાં આવ્યા છે. તો હવે આ બાબતે પોલીસે કાર્યવાહી કરતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરી છે.