ટ્રમ્પના વલણથી ચાઇના થયું નારાજ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-11 19:55:47

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી . 

Donald Trump - Wikipedia

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઈના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં ટ્રમ્પએ ચાઈના વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , તેને બેઇજિંગ સાથે ડીલ કરવી વધુ પસંદ પડશે . આ પ્રતિક્રિયા તેમણે કેબિનેટની મિટિંગ કરી દીધા બાદ પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા આપી હતી.  વાત કરીએ યુરોપની તો યુરોપે અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવાનું મોકૂફ રાખ્યું છે. હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે , ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગએ અમેરિકાના ૧૪૫ ટકા ટેરિફ પર પેહલીવાર પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા તેમણે ત્યારે આપી જયારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ ચાઈનાની મુલાકાતે ગયા છે.ચાઈનીઝ ન્યૂઝ એજન્સી ક્ષીનહૂઆ પ્રમાણે ક્ષી જિંગપિંગે કહ્યું છે કે , " ચાઇના અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફી નિર્ણયોની સામે પડવું જોઈએ. "ચાઇના હવે યુરોપને પોતાની સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલુંજ નહિ હવે ચાઈનાની નજર હવે ભારત પર પણ છે. ચીનની  ઇલેક્ટ્રિક વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ભારતીય ઇલેક્ટ્રિક કંપનીઓને ૫ ટકા છૂટ આપી શકે છે . તેનાથી સંભાવના એ છે કે , આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક માલ સામાન જેમ કે , ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન આપણા ત્યાં સસ્તા બની શકે છે.  એટલેકે , ભારતીય કંપનીઓને હવે સસ્તા દરે ચાઈનામાં ઉત્પાદન થયેલ ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન મળી શકે છે.

ચાઇનાનો પ્રયાસ છે કે , તે અમેરિકાની સામે યુરોપ અને ઉભરતી આર્થિક મહાસત્તા ભારતને સાથે લેવા માંગે છે. તો જોવાનું એ છે કે ચાઇના આ અંગે કેટલું સફળ થાય છે. ચાઈનાની સૌથી મોટી સમસ્યા તેની સરહદો પર "સલામી સ્લાઇસીન્ગ"ની નીતિ છે . જે અંતર્ગત તે જમીનો પચાવી લે છે .  જેમ કે આપણા ભારતના લદાખ અને અરુણાચલ પ્રદેશ પર દાવો ઠોકે છે.

Xi Jinping - Wikipedia 


વાત કરીએ અમેરિકા અને રશિયાની તો , તુર્કીમાં આવેલા રશિયન દૂતાવાસ પર હમણાં બેઉ દેશોના ડિપ્લોમેટ્સ વચ્ચે વાર્તાલાપ થયો હતો . કેમ કે , શીત યુદ્ધ પછી રશિયા - યુક્રેન યુદ્ધને લઇને બેઉ દેશોના સબંધો ખુબ ખરાબ થઈ ગયા છે. જોકે હવે તુર્કીમાં થયેલી ચર્ચા બાદ બેઉ દેશોએ કહ્યું છે કે , અમેરિકા અને રશિયા વચ્ચે રાજદ્વારી સબંધો સામાન્ય કરવામાં આવશે. જોકે અમેરિકાને હજુ ચિંતા છે કે , અમારા મોસ્કોના દૂતાવાસમાં અમેરિકન સ્ટાફની ભરતી પર રશિયાની નીતિઓ બાધારૂપ છે.

તુર્કીના રશિયન દૂતાવાસ પર અમેરિકા તરફથી ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર રશિયા અને મધ્ય યુરોપના સોનાટા કોલ્ટર તો બીજી તરફ અમેરિકામાં રશિયાના નવા એમ્બેસેડર એલેક્ઝાન્ડર દારચિવ હાજર રહ્યા હતા . હવે અમેરિકા રશિયા સાથે પોતાના રાજદ્વારી સબંધો નોર્મલ કરવા માંગે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે