અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રીબડામાં થશે સંમેલન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-05 13:19:43

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે.   EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે. 

Aniruddhsinh M jadeja ribda (@_aniruddhsinhji_ribda_) • Instagram photos  and videos

રાજકોટ જિલ્લાના રીબડા ગામે હવે આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. કેમ કે , પૂર્વ MLA પોપટ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવામાં આવી છે સાથેજ ૧૮મી તારીખ સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તો હવે અન્ય ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાએ સમગ્ર ક્ષત્રિય સમાજને અહીં આવવા માટે આહ્વાન કર્યું છે . આ ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા સત્યજિતસિંહ જાડેજા દ્વારા પણ આ આહ્વાન કરવામાં આવ્યું છે. રીબડા ખાતે આ સંમેલન બપોરે બે કલાકની આસપાસ યોજાવાનું છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સિવાય અન્ય સમાજોને પણ હાજર રહેવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું છે.  જોકે, બીજી તરફ રીબડામાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનના કાર્યક્રમ માટે પોલીસની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી તેવું પણ  સામે આવ્યું છે.  આ ક્ષત્રિય સંમેલનને લઈ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહનો સંદેશ આવ્યો છે. જેમાં સંમેલનમાં આવતા લોકોને વીડિયો મારફતે અપીલ કરાઈ છે. આ મેસેજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા વિનંતી કરાઈ છે. તંત્રને કોઈ અગવડ ન પડે તેનું પણ ધ્યાન રાખવા અપીલ કરાઈ. સત્યજીતસિંહે કહ્યું કે, અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણીએ છીએ. 'અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગીએ છીએ.

Aniruddhsinh M jadeja ribda (@_aniruddhsinhji_ribda_) • Instagram photos  and videos

ગોંડલમાં કોગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની સને 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજામાફી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટએ ગેરકાયદે જાહેર કરી ચાર સપ્તાહમાં અનિરૂધ્ધસિંહને જેલ સતાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો પાસ્ટપોર્ટ પણ સરેન્ડર કરવાના હુકમથી કોર્ટમાં અનિરૂધ્ધસિહ જાડેજા એડવોકેટ મારફતે પાસ્ટપોર્ટ સરેન્ડર કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને જે ૨૦૧૮માં સજામાફી આપી હતી , તેની પર કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા , હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી . પિટિશન કરનાર હરેશ સોરઠીયાનું કેહવું છે કે , , તા ૨૯-૧-૨૦૧૮ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો તેના આધારે સજા માફી અપાઈ છે . કારણ એવું અપાયું છે કે , જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ , સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે.  તો ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે , સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘાડો લીધો હતો. પછી ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજામાફી રદ કરી છે. અને ૪ જ અઠવાડિયામાં સરન્ડરનો આદેશ કર્યો હતો. હવે અનિરુદ્ધ સિંહ જાડેજાએ આ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં રિટ કરવામાં આવી હતી . તો હવે સુપ્રીમ કોર્ટે દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને ૧૮મી તારીખ સુધીમાં સરેન્ડર કરવા આદેશ કર્યો છે.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.