ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.
નેપાળમાં જેન ઝી દ્વારા જે સોશ્યિલ મીડિયા બેનની સામે અને ઓલી સરકારના ભ્રષ્ટાચારની સામે જે આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો તે આજે પણ યથાવત છે . અત્યારસુધીમાં નેપાળના સરકારના ૬ મંત્રીઓ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલના ઘરમાં પ્રદર્શનકારીઓ ઘુસી ચુક્યા છે. અત્યારસુધીમાં આ પ્રદર્શનમાં ૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૫૦૦ લોકો ઘાયલ થયા છે. નેપાળમાં ગૃહમંત્રીનું પણ રાજીનામુ પડી ચૂક્યું છે. આમ કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચાર ખુબ મોટો મુદ્દો બનતો જાય છે. આ તણાવભરી સ્થિતિમાં , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દ્વારા , સાંજે ૬ વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ રાખવામાં આવી છે. ધ કાઠમંડુ પોસ્ટ મુજબ , પ્રદર્શનકારીઓએ નેપાળી કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય કાર્યાલય પણ સળગાવી નાખ્યું છે. હવે પીએમ ઓલીનું બાલકોટમાં સ્થિત ઘર , રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલ અને ગૃહમંત્રી રમેશ લેખકના ઘરને આગ ચાંપવામાં આવી છે.
હવે ભારત સરકાર દ્વારા નેપાળમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે તેને લઇને કહેવામાં આવ્યું છે , " ગઈ કાલથી જ નેપાળમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે તેની પર બારીકીથી અમે નજર રાખી રહ્યા છીએ. સાથે જ અમારી પ્રાર્થનાઓ મૃત પ્રદર્શનકારીઓની જોડે છે. સાથે જ ઘાયલ ઝડપથી સાજા થાય તેવી અપેક્ષા. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે , સાવધાની રાખો અને નેપાળી અધિકારીઓ દ્વારા જે પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે." બીજી તરફ નેપાળમાં હવે જેન ઝીના ભારે વિરોધની વચ્ચે , રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે. આમ હવે નેપાળમાં પ્રદર્શનકારીઓ વધારે આક્રમકઃ બન્યા છે. આપને જણાવી દયિકે , નેપાળમાં કે પી શર્મા ઓલીની સરકારની સામે ત્યાંના વિવિધ શહેરોમાં GEN Z ક્રાંતિ શરુ થઈ છે. આ પ્રદર્શન એટલે , કરવામાં આવી રહ્યું છે કેમ કે , નેપાળ સરકારે ૪થી સપ્ટેમ્બરના રોજ સોશ્યિલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો સાથે જ વર્તમાન કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો છે . પરંતુ હવે નેપાળ સરકારે પોતાનો સોશ્યિલ મીડિયા પર બેન લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે તેમ છતાં , આ આક્રમક વિરોધ પ્રદર્શન GEN z દ્વારા ચાલુ જ છે.