ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે કાચી દિવાલ પડી જતા અનેક લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 10:40:18

દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દિલકુશા કોલોનીમાં દીવાલ પડી જતા અનેક લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આર્મી કેન્ટ પાસે દૂર્ઘટના સર્જાતા ઘટના સ્થળે આર્મી જવાનો પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી. યોગી સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ

ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 30થી વધારે જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, અયોધ્યામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દિલકુશા વિસ્તારમાં રાત્રીના 3 વાગ્યાની આસપાસ કાચી દીવાલ ધસી પડવાને દિવાલ નીચે રહેતા મજૂરોના મોત નીપજ્યાં છે. જેને કારણે મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદને કારણે આ દિવાલ ટૂટી પડતા 9 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

  

વરસાદને કારણે થાય છે અનેક બનાવ

ઘટનાની જાણ થતા, પોલીસે તેમજ આર્મીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી લોકોને બચાવવાની કોશિશ કરી હતી. બહાર કઢાયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વળતર આપવાની મૃતકોના પરિવારને 4 લાખની તેમજ ઘાયલ લોકોના પરિવારને 2 લાખ આપવાની જાહેરાત કરી છે. સતત વરસાદ પડવાને કારણે જર્જરિત મકાનો તેમજ દિવાલો ધરાશાઈ થતા અનેક વખત દુ:ખદ પ્રસંગો બનતા રહે છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.