ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.
ભારત સરકારની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક અટકી નથી . સરકારે હવે રક્ષામંત્રી ખ્વાજા આસિફનું પ્લેટફોર્મ એક્સ પરનું ઓફિસિયલ એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રયુટર્સને થોડાક સમય પેહલા ઇન્ટરવ્યૂ આપ્યું છે . પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે , હાલમાં પાકિસ્તાનની સેના એક્ટિવ પોજીશન પર છે ઉપરાંત અમે અમારી સેનાને મજબૂત કરી લીધી છે. આ પાછળનું કારણ આપતા તેમણે કહ્યું છે કે , ભારતીય સેના અમારી ઉપર ગમે ત્યારે એટેક કરી શકે છે. તેના લીધે અમારી આખી સેના સ્ટેન્ડબાય પર છે. ત્રીજી વાત ખ્વાજા આસિફે એ કહી છે કે , ભારતના રાજકીય નેતાઓ સાથે જ જે મીડિયા છે તે પાકિસ્તાનને પહલગામ હુમલા માટે સતત જવાબદાર ઠેરવી રહ્યું છે . સાથે જ પાકિસ્તાની સેનાએ સરકારને ઇનપુટ આપ્યા છે કે ગમે ત્યારે ભારત પાકિસ્તાન પર એટેક કરી શકે છે. ચોથો મુદ્દો એમણે કહ્યો છે કે , પાકિસ્તાન ભારત પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે અને પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે થશે કે જયારે ભારત અમને ડાઇરેક્ટ હિટ કરશે. પાકિસ્તાને ગલ્ફ નેશન્સ સાથે જ ચાઈનાને અપ્રોચ કર્યો છે સાથે જ તેમણે બ્રિટન અને અમેરિકાનો પણ સંપર્ક કર્યો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનો ભારતને લઇને એક ડર સાફ છે કે ભારતીય સેના ગમે ત્યારે જવાબી હુમલો કરી શકે છે. તો આ તરફ પાકિસ્તાન તરફથી સમાચાર એ પણ સામે આવ્યા છે કે , તેણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકીઓના જે પણ લોન્ચ પેડ હતા તેને ભારતીય સેનાના ડરથી ખાલી કરાવડાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સએ લખ્યું છે કે , જયારે વિશ્વના દેશોના વડાએ પીએમ મોદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બધા ને સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ભારત કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરશે. તમે સમજી શકો છો કે અને પાકિસ્તાનમાં ડર દેખાઈ રહ્યો છે કેમ કે , તેના સેના અધ્યક્ષ અસીમ મુનીરના પરિવારે સંભવિત લશ્કરી કાર્યવાહીના ડરેથી પાકિસ્તાન છોડી દીધું છે. બિલાવલ ભુટો ઝરદારી કે જે પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના નેતા છે થોડાક સમય પેહલા તેણે ભારત માટે ઝોંકયું હતું . હવે તેના પરિવારે પણ પાકિસ્તાનમાંથી વિદાય લીધી છે.