ભારે પવન વહેવાને કારણે ગીરનાર પર ચાલતી રોપ-વે સેવા બંધ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-04 13:36:57

સમગ્ર દેશમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરભારતમાં કાતીલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે  વધતા પવનને કારણે જૂનાગઢમાં ચાલતી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ દ્વારકામાં ચાલતી ફેરી બોટને પણ બંધ કરી દેવાઈ છે.



મુસાફરોને પડી મુશ્કેલી

ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. અનેક શહેરોના તાપમાનના ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, સુરત, નલિયામાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે ગીરનાર પર્વત પર ચાલતી રોપ-વે સેવાને હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. રોપવે સેવા બંધ કરી દેવામાં આવતા ત્યાં આવેલા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 


ફેરી બોટ સેવા પણ બંધ કરી દેવાઈ 

શિયાળામાં અનેક લોકો ફરવા નીકળતા હોય છે. વિકએન્ડ તેમજ ક્રિસમસને કારણે પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પ્રવાસીનો ઘોડાપૂર જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા ગીરનારમાં ચાલતી રોપ-વે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટની સેવા પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. બંને સેવાઓ બંધ થઈ જતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.              



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે