તહેવારો અને લગ્નસરાની સીઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી, એક જ મહિનામાં આયાત બમણી થઈ


  • Published By :
  • Published Date : 2023-11-16 14:31:45

ભારતના લોકોને સોના પ્રત્યે સદીઓથી મોહ રહ્યો છે, દરેક લોકો સોનું ખરીદવા માગે છે. દેશમાં લગ્ન પ્રસંગ, તહેવારો કે સારા પ્રંસંગે સોનાની ભેટ આપવાની પરંપરા રહી છે. દિવાળી અને ધનતેરસ પર પણ ખૂબ જ સોનું ખરીદવામાં આવ્યું છે. જો કે ભારતીયોનો સોના પ્રત્યેનો આ મોહ દેશના અર્થતંત્રનો દાટ વાળી રહ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનાથી સોનાની આયાત બે ઘણી થઈ ગઈ છે. આ ચક્કરમાં ઓક્ટોબર 2023 દરમિયાન દેશની વેપાર ખાધ વધીને 31 અબજ ડોલરથી પણ વધી ગઈ છે.  


આ મહિને 7.2 અબજ ડોલરનું સોનું આયાત થયું


ગત ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત વધીને લગભગ બેઘણી થઈ ગઈ છે. આ મહિનામાં 7.2 અબજ ડોલરનું સોનું વિદેશથી ખરીદવામાં આવ્યું જ્યારે તેના એક મહિના પહેલા જ સપ્ટેબર 2023 દરમિયાન 4.1 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, આ 95.4 ટકાની વૃધ્ધી છે.  


શા માટે વધી રહી છે સોનાની આયાત?


દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલ્ફેર એસોસિયેશનના અધ્યક્ષ વિમલ ગોયલનું કહેવું છે કે આ વધવાનું મુખ્ય કારણ ધનતેરસ અને દિવાળી છે. આ જ કારણે ભારતમાં ડિમાન્ડ ખુબ જ વધી જતા વેપારીઓને સોનાની આયાત કરવાની ફરજ પડી છે. ગોયલે વધુમાં જણાવ્યું કે આગામી 23 તારીખથી દેશભરમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે. આ પ્રસંગે સોનાની ખૂબ જ ખરીદી કરવામાં આવે છે. હવે નવેમ્બર મહિનામાં ઝવેરાતની ખરીદી ખુબ થશે તો તેને બનાવવા માટે સમય પણ લાગશે એટલા માટે જ એડવાન્સમાં જ સોનાની આયાત કરવામાં આવી છે. 



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.