આ સ્વભાવને કારણે PM Modi જીતી લે છે લોકોનું દિલ! સાંભળો Aditya Gadhviએ પીએમ મોદી માટે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-03 12:22:19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ ખાસિયત છે કે તે લોકો સાથે જલ્દી કનેક્ટ થઈ શકે છે. ગઈકાલે એક જાહેર સભાને જ્યારે પીએમ મોદી સંબોધી રહ્યા હતા તે વખતે એક દીકરી તેમનું પેઈન્ટિંગ લઈને ઉભી હતી. હજારોની જનમેદની વચ્ચે પણ પીએમ મોદીની નજર ભીડમાં ઉભી રહેલી દીકરી પર પડી અને મંચ પરથી તેમણે દીકરીને આશીર્વાદ આપ્યા. પેઈન્ટિંગને પોતાના સુધી પહોંચાડવા માટે તેમણે પોલીસ જવાનોને કહ્યું. હાથમાં પીએમ મોદીની તસવીર લઈને ઉભી રહેલી દીકરીને કહ્યું કે હાથ નીચે લઈ લે નહીં તો થાકી જઈશ. લોકોને પીએમ મોદીનો આ અંદાજ ખૂબ ગમ્યો હતો. ત્યારે આજે આદિત્ય ગઢવીએ પોતાની યાદો તાજા કરી છે. 

આદિત્ય ગઢવીનું ખલાસી સોન્ગ ખૂબ વાયરલ થયું  

ખલાસી સોન્ગે ન માત્ર સોશિયલ મીડિયા પર પરંતુ દરેક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. નવરાત્રી દરમિયાન પણ આ સોન્ગ ખૂબ વાયરલ થયું હતું. યુટ્યુબ પર આ સોન્ગના view મિલિયન પર પહોંચી ગયા છે. મોટા લોકોથી લઈ બાળકોના મુખે આ ગીત સાંભળવા મળે છે. અનેક ઘણા બધાની રિલ્સમાં આ સોન્ગ સાંભળવા મળ્યું છે ત્યારે સોન્ગના સિંગર આદિત્ય ગઢવીએ એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદી સાથેની વાતો યાદ કરી હતી. પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાનનો કિસ્સો ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ યાદ કર્યો છે. 


પીએમ મોદીની પ્રશંસામાં આદિત્ય ગઢવીએ કરી આ વાત 

આદિત્ય ગઢવીએ 2014 પહેલાની નરેન્દ્રભાઈ સાથેની મુલાકાતને યાદ કરી હતી. આદિત્યએ નરેન્દ્રભાઈના CM તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં તેમની સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી. પીએમ મોદીના વ્યક્તિવ્યની પ્રશંસા તેમણે કરી હતી. કચ્છના રણોત્સવની પણ તેમણે પ્રશંસા કરી હતી. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમનો એક ધ્યેય છે, ભારતને એક સ્થાન અપાવવું છે. આજના જમાનામાં કોઇ વ્યક્તિત્વ છે તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ પડકારો સ્વીકારે છે. તેમની પાસે ખૂબ જ સરસ વિઝન છે. જેમ કે, રણ તો છે, પરંતુ એનું શું કરીશું? પરંતુ રણોત્સવ શરૂ કરવો અને દેશ-વિદેશમાંથી લોકો ત્યાં આવે, કચ્છ સાથે જોડાય તેની સંસ્કૃતિ સાથે જોડાય. પીએમ મોદીના આ રણોત્સવના વિચાર પાછળ એક બહુ મોટો જેને કહેવાયને ફોર્સ છે.આ રીતે પીએમ મોદી લોકો સાથે જોડાય છે અને લાંબા સમય સુધી ચાલતી છાપ છોડી જાય છે...  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.