ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારોને યાદ આવી મોંઘવારી, ગ્યાસુદ્દીન શેખે અને વિજય બ્રહ્મભટ્ટે નોંધાવી દાવેદારી


  • Published By :
  • Published Date : 2022-11-15 16:19:25

ગજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કા માટે ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. દરેક પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પોતાની દાવેદારી નોંધાવી હતી. સાયકલ પર સવાર થઈ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. 


સાયકલ પર સવાર થઈ ગ્લાસુદ્દીન શેખે નોંધાવી દાવેદારી 

મોંઘવારીનો સ્તર સતત વધી રહ્યું છે જેને કારણે જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડિજલ તેમજ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે વાતને દર્શાવવા ગ્યાસુદ્દીન શેખ સાયકલ પર જઈ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે પ્રમાણે સામાન્ય માણસો માટે પણ સાયકલ મહત્વનું સાધન બનવાની છે. પોતાના સમર્થકો સાથે તેઓ ઔડા ઓફિસ પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. 

AHMEDABAD: Gyasuddin Sheikh on a cycle, Vijay Brahmabhat arrives to fill  the form on a camel cart - અમદાવાદ: ગ્યાસુદીન શેખ સાયકલ પર, વિજય બ્રહ્મભટ્ટ  ઊંટ ગાડામાં ફોર્મ ભરવા પહોંચ્યા ...

ઊંટ ગાડીમાં બેસી પહોંચ્યા કલેક્ટર કચેરી 

આવી જ રીતે ઉંટ ગાડીમાં સવાર થઈ ઠક્કરબાપા નગરના કોંગ્રેસ ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉંટ ગાડીનો સહારો લઈ તેમણે પણ વધતી મોંઘવારી દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. મોટી સંખ્યમાં કાર્યકરોની સાથે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે