Loksabha Election વચ્ચે Supreme Courtએ VVPATને લઈ આપ્યો મહત્વનો ચૂકાદો, બેલેટ પેપરથી નહીં થાય મતદાન! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-26 12:05:54

દેશમાં આજે બીજા તબક્કા અંતર્ગત લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અનેક વખત ઈવીએમને લઈ સવાલો ઉઠતા હોય છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી કે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવામાં આવે.. પરંતુ આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે...   તે ઉપરાંત ઈવીએમની જગ્યા પર બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી માગ સાથે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.. 

ઈવીએમથી જ થશે દેશમાં ચૂંટણી 

અનેક લોકોને કહેતા આપણે સાંભળ્યા હશે કે ચૂંટણી ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી થવી જોઈએ.. સુપ્રીમ કોર્ટમાં આ માગ સાથે અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીની સાથે બીજી અરજીએ પણ કરવામાં આવી હતી કે EVMમાંથી VVPAT સ્લિપનું 100% ક્રોસ ચેકિંગ થવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ બંને અરજીઓને ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે અમે પ્રોટોકોલ, ટેકનિકલ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પછી અમે સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે. દેશમાં ઈવીએમથી જ ચૂંટણી થશે...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.