Rajkot Fire Tragedy વખતે આગમાં ફસાયેલા લોકોને બચાવવા જતા યુવાન બન્યો કાળનો કોળિયો, ચોંધાર આંસુએ રડ્યા સ્વજનો..!


  • Published By :
  • Published Date : 2024-05-27 16:37:14

મોટા મહાનગરોમાં નોકરીની શોધ કરવા માટે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો આવતા હોય છે... મહાનગરોમાં આવીને નોકરી કરે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે કોઈ વખત નોકરી તેમની અંતિમ નોકરી બની જશે.. રાજકોટમાં જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે અનેક લોકો દ્વારા મદદ માટે હાથ લંબાવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.. ત્યારે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેણે બીજાના જીવને બચાવવામાં પોતાનું જીવન ગુમાવી દીધું..  

મૃતદેહ કોનો છે તે ઓળખવા કરાઈ રહ્યો છે ડીએનએ ટેસ્ટ 

રાજકોટમાં સર્જાયેલી કરૂણાંતિકા વિશે આપણે જેટલું કહીએ તેટલું ઓછું છે.. 27 જેટલા લોકોના મોત ટીઆરપી ગેમ ઝોનમાં બળીને થઈ ગયા.. મૃતકોનો પરિવાર હાલ શોકમાં છે.. હવે તેમણે તેમના સ્વજનો પરત આવે તેવી કોઈ આશા લાગતી નથી. પરંતુ હવે ધીરે ધીરે કફનમાં લિપટાયેલા મૃતદેહો તેમના ઘરે આવી રહ્યાં છે. રાજકોટથી જે દ્રશ્યો આવી રહ્યા છે તે બહુ જ ડરામણા બની રહ્યાં છે. લાશની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે ઓખળ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.  


વ્હાલસોયાની લાશ જોઈ હચમચી જવાય છે!

પરિવારજનોને પોતાના સ્વજનો માટે પણ DNA મેચ કરાવવાની જરૂર પડી હતી, એટલી ક્ષતવિક્ષત હાલત મૃતદેહની થઈ ગઈ હતી. ઘટના બાદથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતું હાથમાં આવ્યા મૃતદેહો. જેમના પરિવારોને મૃતદેહો સોંપાયા છે, તે તમામ લોકોની આંખો ભીની હતી, પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કોઈનો જીગરનો ટુકરો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળાઈને પરત ફર્યાં  છે. 


ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે 

શનિવારે સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. આજે સવારથી ધીરે ધીરે DNA ના રિપોર્ટ આવી રહ્યાં છે. જેમ જેમ DNA રિપોર્ટ આવે છે, તેમ મૃતદેહની ઓળખવિધિ કરીને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે. 


અંદર ફસાયેલા લોકોને બચાવવામાં ગુમાવ્યો પોતાનો જીવ!

આ કરુણ ઘટનામાં પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો છે. . આગકાંડના 15 દિવસ પહેલા જ સુનિલ સિદ્ધપુરા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી પર લાગ્યો હતો. અંદર ફસાયેલા લોકોને બચાવવા અંદર રહ્યો અને પોતે જ કાળનો કોળ્યો બન્યો હતો. આજે પહેલો સુનિલભાઈ સિદ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા રામનાથપરા સ્મશાન ખાતે અગ્નિદાહ માટે લઈ જવામાં આવ્યો હતો. પરિવારમાં શોક લાગણી ફેલાઇ છે...


મૃતકના સ્વજને કહ્યું કે... 

મૃતકના સ્વજન મહેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારો સાળો છે. આ કરુણ દુર્ઘટનામાં અમે અમારો સ્વજન ગુમાવ્યો છે. અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઇએ. આ દુઃખદ ઘટના છે અને આવી ઘટના બનવી ન જોઇએ. અંદર ફસાયેલા લોકોને બચાવવા ગયા હતા અને તેમાં મોડું થઇ ગયું અને બહાર નીકળી શક્યા ન હતા. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.