યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને કેવી રીતે ઈરાનની કરી મદદ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-12 20:53:03

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે. 

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે , પશ્ચિમ એશિયામાં યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને ઈરાનના મિલિટરી એરફ્રાફ્ટને પોતાના એરપોર્ટ પર પાર્ક કરવાની અનુમતિ આપી હતી. આ અનુમતિ એટલે આપવામાં આવી હતી કેમ કે , અમેરિકન હુમલાઓથી બચી શકાય. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા અમેરિકન અધિકારીઓની જાણકારીની મદદથી લખ્યું છે કે , ઈરાનના વિમાનો એપ્રિલની શરૂઆતમાં પાકિસ્તાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હતું. આ પછી તરત જ ઈરાનના વિમાનોને પાકિસ્તાન એરફોર્સના બેઝ નૂર ખાન બેઝ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ વિમાનોમાં ઈરાનની એરફોર્સના RC ૧૩૦ રિકનાઈસન્સ વિમાનોનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ દુશ્મન દેશ પર નજર રાખવા માટે થતો હતો. 

How Pakistan's Asim Munir became Trump's 'favourite field marshal' |  Politics News | Al Jazeera

હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBSના દાવા પર અમેરિકામાં તો જબરદસ્ત વિવાદ છેડાઈ ગયો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે , " જો આ અહેવાલો સાચા છે તો પાકિસ્તાનની મધ્યસ્થ પર ફરી વિચારણા કરવા જોઈએ." યુદ્ધ દરમ્યાન ઈરાનને અફઘાનિસ્તાને પણ મદદ કરી હતી. ઈરાનના સિવિલિયન એરક્રાફ્ટ અફઘાનિસ્તાનમાં આવેલા કેટલાક એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ અગાઉ , ઘણીબધી વખતે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થા કરવા માટે પ્રશંસા કરી ચુક્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBSના આ અહેવાલના લીધે અમેરિકાની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે