Dwarka : બોરવેલમાં ફસાયેલી માુસમ બાળકી એન્જલનું સારવાર દરમિયાન થયું મોત, જિંદગી સામેની જંગ હારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-02 08:45:06

ગઈકાલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામથી સમાચાર આવ્યા કે અઢી વર્ષની બાળકી એન્જલ રમતા રમતા 100 ફૂટ ઉંડા બોરવોલમાં ફસાઈ ગઈ. બાળકીને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ આર્મીની ટીમ મેદાનમાં ઉતરી હતી. અનેક કલાકોની મહેનત બાદ માસુમ બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી, બાળકી બહાર આવતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સારવાર દરમિયાન અઢી વર્ષની બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ. સારવાર દરમિયાન નાની દીકરીનું કરૂણ મોત થઈ ગયું.



રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હતી અઢી વર્ષની એન્જલ 

બાળક રમતા રમતા અનેક વખત એવી મુસીબતમાં પડી જાય છે કે તે રમતને કારણે તેને જીવ ખોવાનો વારો આવે છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રમતા રમતા બાળક કોઈ વખત ઉંચેથી નીચે પટકાઈ જાય છે અથવા તો કોઈ વસ્તુ ગળી જાય છે જેને કારણે તેનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. માતા પિતા માટે અનેક વખત એવા લાલ બત્તી સમાન કિસ્સાઓ આવતા રહે છે. ત્યારે એક કિસ્સો દ્વારકાથી સામે આવ્યો જેમાં અઢી વર્ષની દીકરીનું મોત થઈ ગયું. રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. બોરવેલમાં ફસાયેલી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે ઓક્સિજન પણ મોકલવામાં આવ્યો હતો.



માસુમ બાળકી જિંદગી સામેની જંગ હારી 

બાળકીને સુરક્ષિત બહાર કાઢવા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. અનેક કલાકોની મહેનત બાદ બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી. બેભાન અવસ્થામાં અઢી વર્ષની દીકરી એન્જલને બહાર કાઢવામાં આવી હતી. 108ની ટીમ પણ ત્યાં તૈનાત હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી અને સારવાર દરમિયાન એન્જલનું મોત થઈ ગયું.             



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...