Ahmedabadના રસ્તાઓ પર પાનની પિચકારી મારનાર લોકોના ઘરે આવી રહ્યો છે ઈ-મેમો! જાણો કેટલા લોકોને ફટકારાયો દંડ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:23:07

અનેક લોકોને એવી આદત હોય છે કે કચરો ગમે ત્યાં નાખી દેવો, ટ્રાફિક સિગ્ન્લ તોડવા, જ્યાં ત્યાં રસ્તા પર થૂંકવું, ટ્રાફિક હોય ત્યાં હોર્ન વગાડવા વગેરે વગેરે... આવી બાબતો આપણે રસ્તા પર સામાન્ય રીતે જોતા હોઈએ છીએ. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે તો બીજી તરફ શહેરને ગંદુ કરવાનો પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાહેર રસ્તા પર થૂંકનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ઘર પર દંડ આપવામાં આવશે તેવી જાહેરાત એએમસી દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ઝુંબેશ અંતર્ગત વધુ 200થી 300 જેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. હજારો રૂપિયા દંડ સ્વરૂપે વસૂલવામાં આવ્યા છે. 


રસ્તા પર થૂંકનાર લોકોને આપવામાં આવશે ઈ-મેમો! 

પાન મસાલો ખાવાની આદત અનેક લોકોને હોય છે. મસાલો તેમના મોંઢામાં ચાલું જ હોય છે અને તે ઘરની બહાર નીકળી જતા હોય છે. પાનની પીચકારી રસ્તા પર અનેક લોકો માર મારતા હોય છે. ગમે ત્યાં થૂંકવું જાણે અનેક લોકોની આદત હોય છે તેવું લાગે છે. હજી સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ ફટકારવામાં આવતો હતો પરંતુ હવે જાહેર રસ્તા પર થૂંકનાર લોકોને પણ દંડ ફટકારવામાં આવશે. જે કેમેરાનો ઉપયોગ ટ્રાફિકના નિયમોના પાલન માટે કરવામાં આવતો હતો તે જ કેમેરાનો ઉપયોગ આ કાર્ય માટે કરવામાં આવી રહ્યો છે. 


500 રુપિયા સુધીનો ફટકારવામાં આવી શકે છે દંડ 

એએમસી દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જો તમે ટ્રાફિક નિયમનો ભંગ કરો છો તો ઈ-મેમો ફટકારવામાં તો આવશે પરંતુ જો તમે જાહેર રસ્તા પર થૂંકો છો તો પણ તમારે દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે! સીસીટીવી કેમેરાના આધારે જાહેરમાં થૂંકનાર લોકોને ઈ-મેમો આપવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે થોડા દિવસ પહેલા 130થી વધારે લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે વધુ 100 જેટલા બીજા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. 500 રુપિયા સુધીનો દંડ આપવામાં આવી રહ્યો છે. અનેક હજારોનો દંડ લોકોને આપવામાં આવ્યો છે. 


સીસીટીવીના માધ્યમથી લોકો પર રખાશે નજર!

મહત્વનું છે કે અમદાવાદમાં શહેરમાં 6 હજાર જેટલા કેમેરાઓ લગાવવામાં આવ્યા છે જે ટ્રાફિકના નિયમોના પાલન માટે ઉપયોગી છે. AMC સોલિડ વેસ્ટ વિભાગે અભિયાન શરૂ કર્યું છે. જાહેર રસ્તા પર થુંકનારા સામે દંડાત્મક કાર્યવાહી થશે. જો રસ્તા પર પિચકારી મારતા કોઈ નજરે પડશે તો તેને ઈમેમો મોકલવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 130 જેટલા ટ્રાફિક સિગ્નલો અને જાહેર રસ્તા પર 6000 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. 



સારા નાગરિક બનીએ તેવી આશા! 

મહત્વનું છે કે અનેક લોકોને આદત હોય છે રસ્તા પર થૂંકવાની. રસ્તા પર તો થૂંકે છે પરંતુ ચાલુ ગાડીએ, ચાલુ વાહને પાનની પિચકારી મારે છે જેને કારણે પાછળ આવતા વાહનચાલકને તકલીફ ભોગવવાનો વારો આવે છે. રસ્તાને પોતાના બાપનો બગીચો માનીને લોકો ફરતા હોય છે. નિયમો તોડતા પહેલા એક વાર માટે વિચાર નથી કરતા!  



વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.