ફરી એક વખત અમરેલીમાં થયો ભૂકંપનો અનુભવ, ઘણા સમયથી આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-27 13:57:42

ફરી એક વખત અમરેલીની ધરા ધ્રુજી છે. અમરેલી જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે મોડી રાત્રે ફરી એક વખત મીતિયાળા વિસ્તારમાં ભૂકંપનો અનુભવ થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ધરતીકંપ આવવાની 14મી ઘટના છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. અનેક વખત ધરતી ધ્રુજતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મોડી રાત્રે 1.42 વાગ્યાની આસપાસ આ આંચકાનો અનુભવ થયો હતો. 


મીતિયાળા પંથકમાં સૌથી વધારે થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ  

તુર્કી અને સીરિયામાં ધરતીકંપને કારણે હજારો લોકોના માત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 14 જેટલા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી નોંધાતી હોય પરંતુ વારંવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મુખ્યત્વ સૌથી વધુ ભૂકંપના આંચકાનો અનુભવ મીતિયાળા પંથકમાં થઈ રહ્યો છે. 


એક મહિનામાં આટલી વખત ધ્રુજી અમરેલીની ધરા

જો છેલ્લા થોડા સમયમાં આવેલા ભૂકંપની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ 4 ફેબ્રુઆરીએ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6 તારીખે પણ ભૂકંપ આવ્યો હતો, 19 ફેબ્રુઆરીના રોજ ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે ઉપરાંત 21 ફેબ્રુઆરીએ પાંચ વખત ધરતી ધ્રુજી હતી. 23 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રુજી હતી. ત્યારે ફરી એક વખત ધરતી ધ્રુજી છે જેને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.  



જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...