અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂકંપ, જાણો કેટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-09 12:47:13

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. તે બાદ અલગ અલગ દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુરુવાર સવારે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ હતી.

    


સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો 

તુર્કી અને સિરીયામાં થોડા સમય પહેલા વિનાશકારી ભૂકંપ આવ્યો હતો જેમાં હજારો લોકોના મોત થયા હતા તો અનેક લોકોએ પોતાનું ઘર ખોઈ દીધું હતુ. હજારો લોકો બેઘર થઈ ગયા હતા. તે બાદ વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ ગુરુવાર સવારે થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ હતી. ધરતીકંપને કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.    




વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે... આ રચના આપણે પ્રાર્થનામાં કરી હશે.