Hariyanaના નૂહમાં ભડકેલી હિંસાના પડઘા Gurugramમાં પડ્યા, મોડી રાત્રે દુકાનો પર કરાયો હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-02 10:50:49

દેશમાં જ્યાં જુઓ ત્યાંથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મણિપુર હોય, રાજસ્થાન હોય, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં ભડકેલી હિંસા હજી શાંત નથી થઈ ત્યારે તો બીજા રાજ્યોમાં હિંસા ફાટી નીકળે છે. હરિયાણામાં હિંસાને બે ત્રણ દિવસ વિતી ગયા પરંતુ તણાવ ત્યાં સતત વધતો જઈ રહ્યો છે. બુધવારે પણ ત્યાં હિંસાને પગલે તણાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ નૂહમાં સ્થિતિ સામાન્ય થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ આજુ બાજુના જિલ્લાઓમાં પરિસ્થિતિ શાંત નથી થઈ . ગુરૂગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત સહિત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ છે. ઉપરાંત ચાર જિલ્લાઓમાં ઈન્ટનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પર મૂકાયો પ્રતિબંધ 

મણિપુર છેલ્લા અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ હિંસાને પગલે ગુમાવ્યો છે. ત્યારે મણિપુરની સ્થિતિ હજી કાબુમાં આવી નથી. ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો અન્ય અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂહ વિશ્વ હિન્દુ પરિષદની બ્રજ મંડળ યાત્રા દરમિયાન હંગામો થયો હતો અને હિંસા એ હદે ફાટી નિકળી હતી કે ત્યાંના અનેક જિલ્લાઓમાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાઓ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ બળની સાથે અર્ધલશકરીબળને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. સોહનામાં સોમવારે થયેલી બબાલ પર ધ્યાન વધારે કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર કાબુ લાવવા પોલીસ જવાન તથા અર્ધલશકરી બળ ગોઠવી દેવાયો છે.

ગુરૂગ્રામની અનેક દુકાનો કરાઈ આગને હવાલે  

મહત્વનું છે કે હિંસાને પગલે સુરક્ષાબળોએ અનેક વખત ફ્લેગમાર્ચ કાઢી હતી. પરિસ્થિતિ વણસી ન જાય તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું  છે. સુરક્ષાબળોની અનેક કંપનીઓને ત્યાં ઉતારી દેવામાં આવી છે. હિંસાને પગલે ન માત્ર ઈન્ટરનેટ સેવાઓ પરંતુ અનેક જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો પણ બંધ હતા. નૂંહમાં થયેલી હિંસાના વિરોધમાં મંગળવારે અનેક સંગઠનો દ્વારા ગુરૂગ્રામમાં હિંસા ફાટી નીકળી હતી. ગુરૂગ્રામના બાદશાહપુરમાં આવેલા બજારમાં અનેક દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. અનેક દુકાન પર તોડફોડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુરૂગ્રામમાં ફાટી નિકળેલી હિંસા પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાબેતામુજબ જીવન ત્યાં રહેતા લોકોનું શરૂ થઈ ગયું છે. 

શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો હરિયાણાના નૂહ જિલ્લામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારા દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હરિયાણા સરકારે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક તણાવને રોકવા માટે બુધવાર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે સરકારે પડોશી જિલ્લાઓમાંથી વધારાના દળો મોકલ્યા છે. નૂહમાં થયેલી હિંસાની અસર ગુરુગ્રામ સુધી જોવા મળી રહી છે. બંને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસા દરમિયાન ગુરુગ્રામના એક હોમગાર્ડનું મોત થયું હતું, જ્યારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્યાં ભડકેલી હિંસા અનેક જિલ્લાઓમાં ફેલાયેલી જોવા મળી રહી છે. 



ધર્મ તેમજ જાતિને નામ પર ક્યાં સુધી થતી રહેશે હિંસા?

છેલ્લા ઘણા સમયથી હિંસાને લઈ સામે આવતા સમાચારો ઘણા વિચલીત કરી દે તેવા હોય છે. એક તરફ મણિપુરને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, કેન્દ્ર સરકારની ઝાટકણી કોર્ટ કાઢી રહી છે. ત્યાં તો બીજા અનેક રાજ્યોમાં હિંસા બેકાબુ બની રહી છે. ક્યાં સુધી ધર્મને નામ પર, જાતિને નામ પર આવી હિંસા થતી રહેશે?  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.