બીજા ક્વાર્ટરમાં દેશનો GDP દર 8.4 ટકાથી ઘટીને 6.3 ટકા, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફટકો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:54:28

ભારતનો આર્થિક વિકાસ દર જુલાઈ-સપ્ટેમ્બર Q2માં  ઘટીને 6.3 ટકા રહ્યો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં વિકાસ દર 8.4 ટકા હતો. જ્યારે, આ જ નાણાકીય વર્ષના Q1માં વૃદ્ધિ દર 13.5 ટકા હતો. બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ ખૂબ જ ઓછી રહી છે. મેન્યુફેક્ચરિંગ અને માઈનિંગ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રીઓએ બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.


દેશનો વિકાસ દર ઘટ્યો


ભારતનો આર્થિક વિકાસ જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધીમો પડીને 6.3 ટકા રહ્યો છે. 2022-23 ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર (2011-12) કિંમતો પર વાસ્તવિક જીડીપી 38.17 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. જ્યારે 2021-22 ના બીજા ક્વાર્ટરમાં તે 35.89 લાખ કરોડ રૂપિયા હતો. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિના માટે જીડીપી રીડિંગ એપ્રિલ-જૂનમાં 13.5 ટકાની મજબૂત વૃદ્ધિથી ધીમી પડી હતી. બીજા ક્વાર્ટરનો વિકાસ દર 6.3 ટકા રહ્યો છે, જ્યારે એક વર્ષ પહેલા એટલે કે 2021ના સમાન સમયગાળામાં જીડીપી 8.4 ટકા હતો. તે સમયે, કોરોના લોકડાઉન પ્રતિબંધોથી અસરગ્રસ્ત પ્રવૃત્તિઓ પણ સમાન સમયગાળામાં જોવા મળી હતી.


મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ સેક્ટરમાં ઘટાડો


નાણાકીય વર્ષ 2022-23ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો. જ્યારે, ખાણકામ ક્ષેત્રે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં 14.5 ટકાની સરખામણીએ 2.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.


કૃષિ અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ દર વધ્યો


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 4.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. વેપાર, હોસ્પિટાલિટી અને પર્યટન સહિતના સંપર્ક-સઘન ક્ષેત્રે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 9.6 ટકાની સરખામણીએ 14.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં ત્રિમાસિક ગાળામાં 6.6 ટકાનો વધારો નોંધાયો હતો.



વિશ્લેષકોએ ઉચ્ચ વૃદ્ધિની આગાહી કરી હતી


વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓએ બીજા ત્રિમાસિક ગાળા માટે 5.8 ટકાથી 7.2 ટકાની રેન્જમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. ત્યારે વિશ્લેષકોએ કહ્યું હતું કે અર્થતંત્ર 'સામાન્ય' વૃદ્ધિ તરફ પાછું આવશે. તે જ સમયે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જુલાઈથી સપ્ટેમ્બર માટે આર્થિક વૃદ્ધિ દર 6.1-6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.