CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી, 100 કરોડની લાંચનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-09 20:25:37

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની હવે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ ગુરુવારે (9 માર્ચ) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં સિસોદિયાની બીજી વખત પૂછપરછ કરી હતી. EDની ટીમ આજે 11.30 વાગ્યે તિહાર જેલમાં પહોંચી હતી અને જેલમાં જ સિસોદિયાની પૂછપરછ બાદ ધરપકડ કરી છે.  

100 કરોડની લાંચનો આરોપ


દારૂ કૌભાંડનાં કેસમાં CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ છે. EDનો આરોપ છે કે મનિષ સિસોદિયાએ અનુકૂળ શરાબ નીતિ બનાવવાના બદલામાં સાઉથ દિલ્હીનાં વેપારીઓ પાસેથી 100 કરોડની લાંચ લીધી હતી. આ મામલામાં EDએ સોમવારે સાંજે હૈદ્રાબાદનાં બિઝનેસમેન અરૂણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી.


EDએ અગાઉ હતી પૂછપરછ


EDએ અગાઉ 7 માર્ચનાં રોજ મનીષ સિસોદિયાની 100 કરોડની કથિત લાંચના સંબંધમાં પૂછપરછ કરી હતી, જે AAP પાર્ટી/નેતાઓએ હવાલા ચેનલ દ્વારા સાઉથ ગ્રુપ પાસેથી કથિત રીતે મેળવી હતી. તપાસ એજન્સી દ્વારા હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ પિલ્લઈ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા સાથેના સંબંધો વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે