Jharkhandના મુખ્યમંત્રીના આવાસ પર ED કરી રહી છે તપાસ, આ કેસને લઈ થઈ રહી છે સીએમની પૂછપરછ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-30 09:37:33

ઝારખંડના મુખ્યમંત્રીને ત્યાં ઈડીની ટીમ આવી પહોંચી. દિલ્હી ખાતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના આવાસ પર ઈડીની ટીમ ત્રાટકી છે. મળતી માહિતી અનુસાર મની લોન્ડરિંગ કેસને લઈ ઈડીની ટીમ પૂછપરછ માટે મુખ્યમંત્રીના ઘરે પહોંચી છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે જો જરૂર પડશે તો મુખ્યમંત્રીની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. અધિકારીઓ સીએમ સોરેનની પૂછપરછ કરવા માટે પહોંચી હતી મની લોન્ડરિંગના કેસમાં.  

20 જાન્યુઆરીએ આ મામલામાં મુખ્યમંત્રીએ નોંધાવ્યું હતું નિવેદન 

મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા અત્યારસુધીમાં 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ 20 જાન્યુઆરીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના ઘરે નોંધ્યું હતું. ત્યારે આજે સોમવાર સવારે પણ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુખ્યમંત્રીના દિલ્હી સ્થિત આવાસે તપાસ માટે પહોંચી હતી.


9 વખત ઈડીએ સીએમને પાઠવ્યું હતું સમન્સ

મીડિયા રિપોર્ટ પ્રમાણે કથિત જમીન કૌભાંડ કેસ મામલે ઈડી મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. ઈડી સમક્ષ મુખ્યમંત્રીને પેશ થવા માટે અનેક વખત સમન્સ આપવામાં આવ્યું હતું, પૂછપરછ માટે પેશ થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે ગયા ન હતા. મીડિયા  રિપોર્ટ અનુસાર ઈડીએ મુખ્યમંત્રી સોરેનને પેશ થવા માટે 29 અથવા 31 જાન્યુઆરીની તારિખ પણ આપી હતી. પરંતુ આ વખતે ઈડીના અધિકારીઓ પોતે જ મુખ્યમંત્રીને ત્યાં પહોંચી ગયા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે