કેજરીવાલને EDએ છઠ્ઠું સમન પાઠવ્યું, મની લોન્ડ્રિગ કેસમાં 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-14 19:56:38

દિલ્હીના લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ બુધવારે (14 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી કેજરીવાલને છઠ્ઠું સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સી EDએ તેમને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ અગાઉ 31 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલે આ સમનને રાજકારણથી પ્રેરિત હોવાનું કહીંને હાજર થયા નહોતા.


EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કરી છે ફરિયાદ


જ્યારે કેજરીવાલ પાંચ સમન્સ મોકલ્યા પછી પણ હાજર ન થયા ત્યારે EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરી. આના પર કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.


કેજરીવાલ ક્યારે હાજર થશે?


હવે સવાલ એ છે કે ઈડી વારંવાર સમન પાઠવી રહી છે તેમ છતાં કેજરીવાલ હાજર થતા નથી, તો તેઓ ક્યારે હાજર થશે? કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઈડી તમની સામે બિનજામીન વોરન્ટ જારી કરે છે. ત્યાર બાદ પણ જો તેઓ હાજર નહીં થાય તો તેઓ કલમ 45 હેઠળ બિનજામીન વોરન્ટ આપી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ  (PMLA) હેઠળ નોટિસની વારંવાર અવગણના કરવા પર તેમની ધરપકડ થઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કેજરીવાલે તપાસ માટે હાજર થવું પડશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે