છત્તીસગઢમાં IAS અધિકારીના ઘરે ED ત્રાટકી તો 4 કિલો સોનું મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:26:30

છત્તીસગઢમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરીને IAS અધિકારી સમીર બિશ્નોઈ સહિત કોલસાના ત્રણ વેપારીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને રાયપુર સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા. IAS સમીર બિશ્નોઈના ઘરેથી 4 કિલો સોનું, 20 કેરેટના હિરા અને 47 લાખની રોકડ રકમ મળી હતી. આ સોનાની કિંમત માર્કેટમાં 2 કરોડ રૂપિયાથી વધુ કહેવામાં આવી રહી છે. IAS અધિકારીને રિમાન્ડ બાદ દિલ્લી લઈ જવામાં આવશે. 


છત્તીસગઢમાં ત્રણ દિવસથી થઈ રહી છે ઈડીની કાર્યવાહી 

છત્તીસગઢના અનેક શહેરોમાં ગત મંગળવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન IAS અધિકારીના ઘરેથી મોટી માત્રામાં વસ્તુઓ જપ્ત થઈ હતી. આ બધી વસ્તુઓ ક્યાંથી આવી તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. રિમાન્ડમાં અધિકારી પાસે આટલા પ્રમાણ સોનું અને હિરા ક્યાંથી આવ્યા તે મામલે પૂછપરછ કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ 200થી વધુ જવાનો છત્તીસગઢ પહોંચી ગયા છે. છત્તીસગઢના રાયપુર, રાયગઢ, બિલાસપુર, કોરબામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોલસા અને રેતી માફિયાઓને ધ્યાનમાં રાખીને  કાર્યવાહી કરી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે