Rajasthanમાં ઈડીના દરોડા, રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને ત્યાં હાથ ધરાઈ તપાસ, Ashok Gehlotએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-10-26 13:56:03

રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. પેપર લીક મામલે તપાસનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.  ગુરૂવારે પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રમુખ અધ્યક્ષ ગોવિંદ સિંહને ત્યાં ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ નેતા ગોવિંદસિંહ ડોટાસરા સાથે જોડાયેલા કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ રેડ જયપુર, દૌસા અને સીકરમાં હાથ ધરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રને પણ ઈડીએ સમન્સ પાઠવ્યું છે. અશોક ગેહલોતે આ અંગેની ટ્વિટ કરી છે. પેપર લીક મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે. 

અશોક ગેહલોતના પુત્રને ઈડીએ પાઠવ્યા સમન્સ!

ઈડી દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર નેતાઓના ઘરે ઈડી દ્વારા રેડ પાડવામાં આવે છે. આજકાલ ઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે તેવા સમાચાર સામે આવતા રહે છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષને ત્યાં પણ ઈડીએ રેડ કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય ઓમ પ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડાની જાણકારી મળી છે. જાણકારી અનુસાર પૂર્વ સીકર અને જયપુરમાં સ્થિત દોતાસરાના પરિસર અને મહુઆ સીટ હુડલા અને દૌસાના કેટલાક અન્ય પક્ષના ઉમેદવારના પરિસરની સર્ચ કરવામાં આવી રહી છે. અશોક ગેહલોતના પુત્રને પણ સમન્સ આપવામાં આવ્યું છે તેવી ટ્વિટ અશોક ગેહલોતે કરી છે. મહત્વનું છે કે ઈડીની ટીમ સીઆરપીએફ જવાનો તેમજ પોલીસ કાફલાને લઈને રેડ કરવા પહોંચી હતી.  

રેડ બાદ અશોક ગેહલોતે આપી પ્રતિક્રિયા

એવા સમયે ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે જ્યારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા આવી રેડ કરવામાં આવતા કોંગ્રેસના નેતાની મુશ્કેલી વધી છે. મહત્વનું છે કે અશોક ગેહલોત દ્વારા પણ અનેક વખત કહેવામાં આવ્યું છે કે ઈડી ત્યાં આવે છે જ્યાં ચૂંટણી હોય છે. આ અંગેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુંડાગર્દી છે આ.. ઉપરના દબાણ વગર ન તો ED કે CBI આવી શકે..,"  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે