ED: દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને સાતમું સમન, પૂછપરછ માટે 26 ફેબ્રુઆરીએ બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-22 16:14:17

EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌંભાંડમાં પૂછપરછ માટે સાતમું સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ દિલ્હીના CMને 26 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ હાજર થવા કહ્યું છે. કેજરીવાલને આ પહેલા ઈડી છ વખત સમન મોકલી ચુકી છે. પરંતું દિલ્હીના સીએમ હજુ સુધી ઈડી સમક્ષ હાજર થયા નથી. હવે સાતમી વખત ઈડીનું સમન જાહેર થવાથી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.  


ક્યારે અપાયું સમન?


દિલ્હી લિકર કેસ અને કથિત મની લોન્ડરિંગના આરોપ હેઠળ કેજરીવાલને પૂછપરછ માટે ઈડીએ સમન જાહેર કર્યા છે. આ પહેલા 2 નવેમ્બર, 21 નવેમ્બર 2023, જ્યારે આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીના રોજ ઈડીએ પૂછપરછ માટે સમન જારી ચુકી છે. 


કેજરીવાલે શું કહ્યું?


CM અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન આપવામાં આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે અમે કાયદા મુજબ જવાબ આપી રહ્યા છીએ અને ઈડીએ નવા સમન આપવા પહેલા કોર્ટના ચુકાદાની રાહ જોઈ જોઈએ. દિલ્હીની કોર્ટે કેજરીવાલને ઈડી સમક્ષ હાજર થવામાં રાહત આપી છે.  જ્યારે ઈડીનો આરોપ છે કે તે જાણી જોઈને સમનનું પાલન નથી કરતા અને સતત બાલીસ કારણો આપી રહ્યા છે. ઈડીએ કહ્યું કે ' જો ઉચ્ચ પદો પર બેઠેલા લોકો પણ આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેનાથી સામાન્ય માણસને ખોટા સંકેત મળશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે