EDનો સપાટો: Xiaomiની 5,551.27 કરોડની ડિપોઝીટ જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:22:25

ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ કંપની Xiaomi સામે પ્રવર્તન નિર્દેશાલય (ED)એ કડક કાર્યવાહી કરતા 5,551.27 કરોડની ડિપોઝીટસ જપ્ત કરી હતી. ઈડીએ  ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ભંગ કરવાના ગુનામાં Xiaomi વિરૂધ્ધ તપાસ કરી હતી ત્યાર બાદ ઈડીએ સપાટો બોલાવતા ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ ટાંચમાં લીધી છે. ઈડીએ Xiaomi સામે FEMAની કલમ 37A અંતર્ગત ડિપોઝીટસ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.


Xiaomi સામેની તપાસમાં EDએ શું ખુલાસો કર્યો?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે ‘કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ’ના સંબંધિત કેસમાં ચાઇનીઝ ગેજેટ જાયન્ટની કંપનીના ભારતીય એકમ Xiaomi ઇન્ડિયા પાસેથી રૂ. 5,551.27 કરોડ જપ્ત કર્યા છે. કંપની પર ફેમાના ભંગની સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે.


ઇડીએ જણાવ્યું હતું કે કથિત ગેરકાયદેસર રેમિટન્સની તપાસ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાઓને રૂ. 5,551.27 કરોડની સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું છે. આ ત્રણ કંપનીઓમાંથી એક Xiaomi ગ્રૂપની કંપનીનો સમાવેશ થાય છે, જેને રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય અન્ય બે અમેરીકા સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે Xiaomi ગ્રૂપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી, તેમ એજન્સીએ જણાવ્યું હતું.


રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા


ઈડીએ કહ્યું કે,Xiaomiના ભારતીય એકમે તેની પેરેન્ટ કંપનીના કહેવાથી રોયલ્ટીની આડમાં આ રકમ આ કંપનીઓને ટ્રાન્સફર કરી હતી. ઈડીએ તેના નિવેદનમાં કહ્યું કે શાઓમી ઈન્ડિયા ભારતમાં જ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ પાસેથી સંપૂર્ણપણે બનેલા હેન્ડસેટ ખરીદે છે. તેણે વિદેશમાં કામ કરતી આ ત્રણે કંપનીઓની કોઈ સર્વિસ લીધી નથી, જેના નામ પર તેણે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીએ અનેક નકલી દસ્તાવેજ બનાવીને રોયલ્ટીના નામે આ રકમ મોકલી છે, જે ફામાની કલમ-4નો ભંગ છે. ફેમાની કલમ-4 વિદેશી ચલણના હોલ્ડિંગ સાથે સંકળાયેલી છે. ઈડીનું કહેવું છે કે આ સિવાય કંપનીએ વિદેશમાં નાણાં મોકલતી વખતે બેન્કોને અનેક ‘ભ્રામક માહિતી’ આપી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે