AMCની શાળાઓમાં હવે ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ભણી શકશે. RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫-૨૬ માટે આવક મર્યાદા વધારતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 17:00:27

 અમદાવાદ મ્યુનિસપાલ સંચાલિત શાળાઓમાં હવે કોઈપણ વિધાર્થી ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. આગામી સત્રથી ઝોન 7ની 7 માધ્યમિક શાળોમાં ધોરણ ૯-૧૦ના વર્ગ શરૂ કરવામાં આવશે જેથી હવેથી વિધાર્થીઓ ધોરણ 10 સુધી વિનામૂલ્યે ભણી શકશે. ૭ ઝોનમાં ૭ માધ્યમિક શાળાથી શરૂઆત કરવામાં આવશે.  

RTE એક્ટ ૨૦૦૯માં સુધારો હાલમાં જ સુધારો કર્યો છે જેને અંર્તગત ૧.૫૦ લાખની આવક મર્યાદા વધારીને ૬ લાખ કરી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે. જોકે, આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ વિના મૂલ્યે મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત સ્કૂલોમાં હાલમાં ધોરણ 8 સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હતો. પરંતુ ધો. 8 બાદ બાળકોને ખાનગી શાળાઓમાં મોટી ફી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં નજીવી ફી ભરીને અભ્યાસ કરવો પડતો હતો. પરંતુ હવે આગામી શૈક્ષણિક વર્ષથી સ્કુલ બોર્ડ માઘ્યમિક શાળા શરૂ કરવા જઇ રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને હવે ફી ભરીને શાળામા અભ્યાસ કરવો નહી પડે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.

 જે બાળકોએ ૧ જૂન-૨૦૨૫નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તેવા પાત્ર બાળકો માટે RTE પોર્ટલ https://rte.orpgujarat.com પર તા. 15/04/2025 (મંગળવાર) સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે. વધુમાં, અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્દશ કરેલ આવક કરતા વધુ આવક (પરંતુ રૂ. ૬.૦૦ લાખ કરતા ઓછી) હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય (REJECT) થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી આ અવધિ દરમિયાન કરી શકશે. જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા આગામી ૧૬મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશે.  







"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.