વડોદરામાં ખાદ્યતેલના વેપારીઓ પર દરોડા, 593 લીટર નકલી તેલનો જથ્થો સીઝ


  • Published By :
  • Published Date : 2023-05-21 12:03:08

રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળએ નવી વાત નથી, લોકોના ખાવા-પીવાની તમામ ચીજોમાં ભયાનક હદે મિલાવટ થઈ રહી છે. લોકોને પૈસા ખર્ચીને પણ ગુણવત્તાયુક્ત અને અસલી ખાદ્યચીજો મળતી નથી. તાજેતરમાં નકલી પનીર, નકલી મરચું, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી જીરું વેચાતું હોવાનું કૌભાંડ ઝડપાયું છે. અગાઉ નકલી દૂધ બાબતે ઘણા સમાચારો સામે આવી ગયા છે. વડોદરા શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલ  કૌભાંડ ઝડપાયું છે.


593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ


વડોદરા શહેરમાં આરોગ્ય ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, શહેરના નાની શાક માર્કેટ અને કડક બજારની દુકાનોમાંથી લેવામાં આવેલા ખાદ્યતેલના પાંચ નમૂના આરોગ્ય માટે હાનિકારક સાબિત થયા છે, કેમ કે હાલમાં જ ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબૉરેટરીના ટેસ્ટિંગ રિપોર્ટમાં આ તમામ નમૂના ફેલ નીકળ્યા છે. આ સાથે જ મોટી કાર્યવાહી કરતા ટીમે 76 હજારની કિંમત 593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ કરી દીધો હતો. 


તેલના વેપારીઓ સામે થશે કાર્યવાહી


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફૂડ લેબૉરેટરીના રિપોર્ટમાં તેલના આ તમામ નમૂના ફેઇલ નીકળતાની સાથે જ નાની શાક માર્કેટમાંથી સિદ્ધિવિનાયક સિંગતેલ ડેપોની દુકાનમાંથી રિફાઇન્ડ કપાસીયા તેલ સીઝ કરવામાં આવ્યુ છે. ખોરાક શાખાની ટીમે લીધેલા આ નમુનાઓ ફેઇલ થયા છે.  ફૂડ લેબૉરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નાની શાકમાર્કેટના સિદ્ધિવિનાયક સીંગતેલ ડેપો, અમરનાથ ટ્રેડિંગ કંપની અને કડક બજારમાં આવેલા શાહ કલ્યાણ પ્રસાદ ગ્યાસીરામ નામની દુકાનના વેપારીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે