શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની ટેટ ટાટ પાસ ઉમેદવારોને સ્પષ્ટ વાત 'જ્ઞાન સહાયકમાં ન જોડાવું હોય તો ઘરે બેસી રહો', VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-10 18:47:24

જ્ઞાન સહાયક યોજના સામે હાલ ભાવિ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. અનેક નેતાઓ અને શિક્ષણ જગતના અધિકારીઓથી માંડીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી તે રજૂઆત કરી ચૂક્યા છે. હાલ જ્ઞાન સહાયક વિરોધ શિક્ષકો સંતો મહંતો પાસે પણ પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે ત્યારે એક વીડિયો વાયરલ થયો છે. જ્ઞાન સહાયક ઉમેદવારો સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કુબેર ડિંડોરે ઉમેદવારોને શિક્ષક ભરતીને લઈ જવાબ આપ્યો હતો.ઉમેદવારો કાયમી ભરતી માટે ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે.  આ બાબતે કુબેર ડિંડોરે કહ્યું હતું કે જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો, કાયમી ભરતી પણ કરવામાં આવશે. આ વીડિયોમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગુજરાતના શિક્ષણમંત્રીને ઘેરીને ઉભા છે અને તેમને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે.  


ઉમેદવારો રજુઆત કરવા પહોંચ્યા 


આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે પોતાની રજૂઆત લઈને ગયા હતા. એક બાજુ તેમને જ્ઞાન સહાયક યોજના સામે વાંધો છે અને બીજી બાજુ તેઓએ શિક્ષણમંત્રીને સવાલ કર્યો હતો કે તમે કાયમી ભરતી વિશે તો ત્રણ મહિનાથી વાત કરી રહ્યા છો અને અમે પણ ત્રણ મહિનાથી સાંભળી રહ્યા છીએ તો કાયમી ભરતી આવશે તો આવશે ક્યારે? વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કાયમી શિક્ષકો માટે પ્રવાસી શિક્ષકોની ભરતી બહાર પાડી હતી તો હવે તમારે જ્ઞાન સહાયક નામની પેટા વૈકલ્પિક તરીકે પાછી કેમ લાવવી પડી? વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને ઘેરીને રજૂઆત કરી હતી કે મહેકમ પ્રમાણે કાયમી ભરતી જાહેર કરો જો તમે એવું કરતા હો તો અમે ત્રણ ચાર મહિના પગર વગર પણ કામ કરવા તૈયાર છીએ, ત્યારે શિક્ષણમંત્રીનો જવાબ કંઈક આવો હતો. "ઘણા સમયથી ભરતી ન થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગમાં હાલ કાયમી શિક્ષકોની અતિ જરૂર છે. તેની ઘટ પૂર કરવા માટે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયક જેવી ભરતી બહાર પાડી રહ્યા છે જેથી સરકારની તિજોરીમાં વધારે ભારણ ન પડે."  


ઉમેદવારો સાધુ-સંતોના શરણે 


શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા આંદોલનકારી ઉમેદવારો હવે સાધુ-સંતોના શરણે પહોંચ્યા છે. કાયમી શિક્ષકની ભરતી કરવા અને જ્ઞાન સહાયક યોજના રાજ્ય સરકાર રદ કરે તે માટે વિવિધ સ્થળે સાધુ-સંતોને મળીને ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉમેદવારોની માગણીને મોટાભાગના સાધુ-સંતો દ્વારા સમર્થન અપાયું છે અને સરકારે માગણી ધ્યાને લેવી જોઇએ તેમ જણાવ્યું હતું.  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં તેમજ પોતાની રીતે પણ ઉમેદવારો રાજ્યમાં રજૂઆતો અને દેખાવો કરી રહ્યા છે. નડિયાદના સંતરામ મંદિરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક રદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા માગણી કરી આવેદન આપ્યું હતું. બનાસકાંઠામાં કટાવ મહંતને પણ રજૂઆત કરાઇ હતી. તે સાથે દેગમડા મહીસાગર ધામના સંતને આવેદન અપાયું હતું. શ્રી ભારતી આશ્રમ-સરખેજ ખાતે યુવરાજસિંહ જાડેજાએ સંત ઋષિ ભારતી બાપુને મળીને શિક્ષણમાં જ્ઞાન સહાયક પ્રોજેકટના કારણે કેટલું નુકસાન થઇ રહ્યું છે તેની જાણકારી આપી હતી. તે જ પ્રકારે વાવ-થરાદ પંથકના ઉમેદવારો દ્વારા ઢીમાના મહામંડલેશ્વર મહંત જાનકીદાસ બાપુને રજૂઆત કરાતા તેમણે પણ અલ્ટીમેટમ આપતા સરકારને રજૂઆત કરાશે તેમ કહ્યું હતું. થરા-કાંકરેજ ખાતે વાળીનાથ મહાદેવના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપૂરીને યુવાઓએ પ્રશ્નોની રજૂઆત કરી હતી. 



શિક્ષણ વિભાગે બહાર પાડ્યો છે પરિપત્ર


શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.