Gujaratના શિક્ષણ મંત્રી પાસે Heart Attackને કારણે કેટલા મોત થયા તેના આંકડા છે પરંતુ આરોગ્ય મંત્રી પાસે આનો આંકડો નથી!


  • Published By :
  • Published Date : 2023-12-02 18:30:36

હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. આ બધા વચ્ચે રાજ્યના બે મંત્રીઓના નિવેદન સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકોના મોત થયા છે તેવું નિવેદન શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આપ્યું છે. પરંતુ જ્યારે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે આવા કોઈ આંકડા નથી. 

રાજ્યભરમાં શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકનો કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે યુવાનોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. પ્રતિદિન બે-ત્રણ લોકોના મોત સરેરાશ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે. વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આવતી કાલે આપવામાં આવશે. તે ઉપરાંત 17 ડિસેમ્બરે પણ આ ટ્રેનિંગ આપવામાં આવશે. લોકો હસતા રમતા મોતને ભેટી રહ્યા છે. હાર્ટ એટેકે સરકારની ચિંતા વધારી છે.        


6 મહિનામાં 1052 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા!

CPRની તાલીમ આપવા માટેના કાર્યક્રમની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 1,052 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જેમાં 80% મૃતકોની ઉંમર 11થી 25 વર્ષ છે.’રાજ્યભરના બે લાખથી વધારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે. 


ઋષિકેશ પટેલે આપ્યું શિક્ષણમંત્રીથી અલગ નિવેદન

એક તરફ શિક્ષણમંત્રીએ હાર્ટ એટેકને કારણે કેટલા લોકોના મોત થયા છે તેની જાણકારી આપી છે જ્યારે આ મામલે જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવા કોઈ આંકડા તેમની પાસે આવ્યા નથી.  ઋષિકેશ પટેલે કહ્યું કે, હાર્ટ એટેક પહેલાં પણ આવતા હતા, પણ અત્યારે મીડિયા દ્વારા હાર્ટ એટેકની જાગૃતિ લાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ આની વિસ્તૃત માહિતી યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા જાહેર કરી હતી. હાર્ટ એટેક બાબતે આપણે ત્યાં જાગૃતિ આવી છે. આ બાબતને સરકાર સકારાત્મક રીતે જુએ છે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે