રાજકોટ, કલોલના અનેક વિસ્તારોમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2022-11-13 10:28:22

ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી જીત  માટે તનતોડ મહેનત કરી રહી છે. મતદારોને રિઝવવા અનેક વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક સ્થળો પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. 2017માં મતદોરને મળેલા વચનો 2022 સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. કલોલ ખાતે પણ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત રાજકોટ ખાતે પણ આવા બેનરો લાગેલા નજરે પડ્યા છે. 


પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી સ્થાનિકો નારાજ

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તમામ વાયદાઓ ભૂલાઈ જતા હોય છે. અનેક જગ્યાઓ પર પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. આવો જ રોષ કલોલમાં આવેલ મંગળ ગિરધર પ્રેસના રહેવાસીઓમાં જોવા મળ્યો હતો. અનેક રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિધા માટે તેઓ ઝઝૂમી રહ્યા છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અનેક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે તેમજ લાઈટોનો અભાવ પણ જોવા મળે છે તેને કારણે લોકોએ આ વખતે મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


બેનરો લગાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી 

ઉપરાંત આવો જ રોષ રાજકોટના સ્થાનિકોમાં પણ જોવા મળ્યો. રાજકોટના જસદણમાં વિછીયા રોડ પર આવેલી સોસાયટીમાં પણ સ્થાનિકોએ બેનર લગાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. વોટ માગવા માટે કોઈએ આવું નહીં તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણાં સમયથી તેઓ પ્રાથમિક સુવિધા માટે તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ત્યાંના સ્થાનિકોએ પણ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

It's no way just BJP vs Congress as regional satraps dominate India's  political landscape - Opinions & Blogs News

રાજકીય પાર્ટીની ચિંતામાં વધારો  

ચૂંટણી સમયે આવા બેનરો લાગવાથી રાજકીય પાર્ટીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિકો પણ પોતાની વાતને લઈ મક્કમ છે કારણ કે ચૂંટણી સમયે જ તેમની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું હોય છે. જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે