જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.. ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણા માટે ચૂંટણીના જાહેરાત કરી. ત્રણ તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે.. 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કાનું મતદાન થશે. બંને રાજ્યોમાં પરિણામ 4 ઓક્ટોબરે આવશે.
આ તારીખો દરમિયાન યોજાશે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી
દેશના રાજ્યોમાં દર પાંચ વર્ષે થતો હોય છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા માટે ચૂંટણી થવાની છે.. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.. કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત અહીંયા ચૂંટણી થવાની છે.. 2014માં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.. વિગતવાર વાત કરીએ તો પ્રથમ તબક્કા માટે મતદાન 18 સપ્ટેમ્બરે યોજાવાનું છે અને આ દિવસે 24 બેઠકો માટે મતદાન થશે..
હરિયાણામાં એક તબક્કામાં યોજાશે મતદાન!
તે ઉપરાંત 26 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થવાનું છે એટલપે કે 25 સપ્ટેમ્બરે જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન પહેલી ઓક્ટોબરે થવાનું છે જેમાં 40 બેઠકોનો સમાવેશ થાય છે. હરિયાણામાં એક તબક્કામાં મતદાન થવાનું છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. અહીં વિધાનસભાની 90 બેઠકો છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જોકે, આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે હવે બંને રાજ્યોમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે તો સમય બતાવશે..