થરૂર અને ખડગે વચ્ચે થશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 17:51:47

17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પૂર્વે જ ચૂંટણીને લઈ વિવાદ સર્જાયો છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ આ રેસ માટે ચર્ચાઈ રહ્યા હતા. અશોક ગેહલોતનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું. પરંતુ રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ  અધ્યક્ષ પદ માટે હવે શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગે વચ્ચે જંગ જામવાનો છે. આ જંગ પહેલા 3 ઉમેદવારો વચ્ચે થવાની હતી પરંતુ કે.એન ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ થઈ છે જેને કારણે. આ રેસમાં હવે માત્ર 2 ઉમેદવાર રહ્યા છે.

શશિ થરુર અને મલિક્કાર્જૂન ખડગેના વચ્ચે થશે સીધો જંગ 

કોંગ્રેસ અધ્યક્ષ માટે થનારી ચૂંટણી અંગે કોંગ્રેસના ચૂંટણી પ્રભારી મધૂસુદન મિસ્ત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોએ જમા કરાવેલ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 20 ફોર્મમાંથી 4 ઉમેદવારોની ફોર્મને રદ્દ કરી દેવામાં આવ્યા છે.

   

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો 8 ઓક્ટોબર સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. કે.એન.ત્રિપાઠીનું ફોર્મ અસ્વીકાર કરી દેવામાં આવ્યું છે કારણકે તે નિર્ધારિત માંપદંડને પૂર્ણ નથી કરતું. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. અને એ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

પોતાના પદ ઉપરથી ખડગેએ આપ્યું રાજીનામું

કોંગ્રેસના નવા નિયમ એક પદ એક નેતા પ્રમાણે મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભા વિપક્ષ નેતા તરીકે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી માટે ખડગેએ નામાંકન 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યું હતું. ખડગેએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધુ હતું.

  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .