બ્રિટેનમાં આવતી કાલે યોજાશે ચૂંટણી, 14 વર્ષ પછી લેબર પાર્ટીની સત્તામાં વાપસી નિશ્ચિત?


  • Published By :
  • Published Date : 2024-07-03 18:39:29

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.


લેબર પાર્ટીએ લોકોને શું આપ્યા છે વચન?

2019માં લેબર પાર્ટીએ સત્તા સંભાળ્યા પછી સ્ટારમેરે કામ કરતા પરિવારો પર ટેક્સ નહીં વધારવા અને સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાને બદલે સરહદ સુરક્ષિત કરવાનું વચન આપ્યું હતું. લેબર પાર્ટીમાંથી યહૂદી વિરોધીવાદ દૂર કરાયો. સ્ટારમર લંડનની બહાર સરેમાં ડાબેરી મજૂર વર્ગના પરિવારમાં ઉછર્યા હતા. તેમના પિતા ટૂલમેકર હતા. તેમણે લીડ્ઝ અને ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો. 


5 જુલાઈએ આવવાનું છે પરિણામ 

એક યુવાન વકીલ તરીકે સ્ટારમેરે મેકડોનાલ્ડ્સ દ્વારા બદનક્ષીનો આરોપ મૂકનારા વિરોધીઓનું પ્રતિનિધિત્વ કર્યું.....4 જુલાઈના રોજ સવારે 7થી 10 વાગ્યા સુધી મતદાન થશે. મધરાત 12થી પરિણામ આવવાનું શરૂ થશે અને 5 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 12.30 વાગ્યાથી શુક્રવારે સવારે 3.30 વાગ્યા સુધી મતદાન થશે. શુક્રવારે સવારે 5.30 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે, સવારે 10.30 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે. સરકાર રચવા કેટલી બેઠકો જરૂરી છે ? ભારતની જેમ બ્રિટિશ સંસદનાં બે ગૃહ છે. લોઅર સદન(હાઉસ ઓફ કોમન્સ)ની 650 બેઠકો પર મતદાન થશે. જે પક્ષને 50% સીટો અથવા 326થી વધુ સીટો મળશે તે પક્ષ રાજા સમક્ષ સરકાર રચવા દાવો કરશે.


આ વખતે સરવે શું કહે છે?

2019માં 67% મતદાન થયું હતું. જેમાં સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 365 સીટો, કીર સ્ટારમરની લેબર પાર્ટીને 202 સીટો અને લિબરલ ડેમોક્રેટ્સને 11 સીટો મળી હતી. આ વખતે મોટા ભાગના સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. યુગોવ સરવે મુજબ લેબર પાર્ટીને 425 બેઠકો, કન્ઝર્વેટિવને 108 બેઠકો, લિબરલ ડેમોક્રેટ્સને 67 બેઠકો અને એસએનપીને 20 બેઠકો મળી શકે છે....



એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનમાં ભારતીય મૂળના લોકોનું સમર્થન નથી મળી રહ્યું.... સર્વે અનુસાર, બ્રિટનના 65% ભારતીય મતદારો સુનકની પાર્ટીની વિરુદ્ધ છે... બ્રિટનમાં લગભગ 25 લાખ ભારતીયો મતદાન કરશે (બ્રિટન ચૂંટણી 2024)..... સર્વે અનુસાર, ઋષિ સુનકની લોકપ્રિયતામાં ઘટાડો થવા પાછળનું કારણ વધતી મોંઘવારી વચ્ચે સુનક પરિવારની જીવનશૈલી પર ભારે ખર્ચ હોવાનું કહેવાય છે. 



આર્થિક સંકટને દૂર કરવામાં પીએમ રહ્યા નિષ્ફળ

પીએમ તરીકે, સુનક બ્રિટન જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી, ભારતીય સમુદાયના લોકો પણ ટોરી વિરોધી લહેરમાં જોડાયા છે.સર્વેમાં સામેલ ભારતીય મતદારોનું કહેવું છે કે પીએમ ઋષિ સુનકના લગભગ દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીયોની તરફેણમાં કોઈ મોટું પગલું લેવામાં આવ્યું નથી. વિઝા નિયમો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે... આવતીકાલે ચૂંટણી અને પછી પરિણામ આવશે તેના પર સૌ કોઈની નજર છે... 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.