એલન મસ્કે Twitterનો નવો CEO પસંદ કર્યો, ફોટો જોઈ ચોક્કસ આશ્ચર્ય થશે


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:52

વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વીટરના નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. એલન મસ્કે તેમના ટ્વિટર હેન્ડલ પર આ નવા સીઈઓનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. જો કે તમે આ નવા સીઈઓની તસવીર નિહાળશો તો તમે પણ માથુ ખંજવાળતા રહેશો.  


કોણ છે ટ્વીટરનો નવો CEO


એલન મસ્કે ટ્વીટર પર જે નવા સીઈઓની તસવીર પોસ્ટ કરી છે તે કોઈ માણસ નહીં પણ એક શ્વાન છે. એલન મસ્કે તેમના પાલતું શ્વાનને ટ્વીટરનો નવો સીઈઓ બનાવી દીધો છે. આ શ્વાનનું નામ ફ્લોકી છે, ફ્લોકી શીબા ઈનુ પ્રજાતિનો છે. એલન મસ્કે તેની પ્રશંસા કરતા કહ્યું કે તે અન્ય સીઈઓ કરતા વધુ શ્રેષ્ઠ છે. અત્રે ઉલ્લેખનિય છે કે એલન મસ્ક છેલ્લા ઘણા સમયથી ટ્વીટરનો નવો સીઈઓ શોધી રહ્યા હતા જો કે હવે તેમણે તેમના પાલતું શ્વાનને જ સીઈઓની ખુરશી સોંપી દીધી છે.  


મસ્કએ ફ્લોકી અંગે શું કહ્યું?


ફ્લોકીની તસવીર શેર કરતાં ઓ મસ્કએ લખ્યું કે તે અન્ય CEO કરતાં ઘણી સારી છે. તેમનો ઈશારો ટ્વીટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલ તરફ હતો. તેમણે પોતાના કૂતરાને બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ, ચશ્મા પહેરીને  CEOની ખુરશી પર બેસાડ્યો. ટ્વિટરની કેટલીક ફાઇલો પણ તેની સામે ટેબલ પર રાખવામાં આવી છે. તેની ત્રણ અલગ-અલગ તસવીરો શેર કરી અને તેની ભરપુર પ્રશંસા પણ કરી હતી. જોકે લોકોને મસ્કની આ મજાક પસંદ નથી આવી. લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યું છે. આ પ્રથમ વખત નથી, મસ્ક આ પહેલા પણ આવી મજાક કરતા રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે