જયારે ઇલોન મસ્ક અને પોલેન્ડના વિદેશમંત્રી વચ્ચે તીખારા ઝર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 21:53:48

ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સ્કી વચ્ચે યુક્રેનની સેનાને ઈન્ટરનેટ આપવાને લઇને પ્લેટફોર્મ X પર ઉગ્ર બોલાચાલી થઇ છે . હાલમાં યુક્રેનની સેનાને ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક ઈન્ટરનેટ આપી રહી છે . જોકે હવે આ વિવાદમાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને US ના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબીઓ પણ કૂદી પડ્યા છે . તો આવો જાણીએ શું છે આખો મામલો? 

ઈલોન મસ્કે ગયિકાલે જ રશિયા - યુક્રેન યુદ્ધને લઇને પ્લેટફોર્મ X પર એક ટ્વીટ કરી હતી . જેમાં તેમણે લખ્યું હતું કે ,   

"હું રશિયન પ્રમુખ પુતિનને યુક્રેન સાથે વન ટુ વન યુદ્ધ કરવા માટે ચેલેન્જ આપું છું . મારી સ્ટારલિંક સિસ્ટમ એ યુક્રેનિઅન સેનાનું બેકબોન છે . જો મારુ નેટ બંધ થઇ જાય તો , યુક્રેનિઅન સેનાની ફ્રન્ટલાઈન પડી ભાંગશે . હું એક વસ્તુથી કંટાળી ગયો છું જે છે આ યુદ્ધ તેમાં વર્ષોથી કત્લેઆમ ચાલુ છે અને યુક્રેનનું હારવું પણ નિશ્ચિત છે . માસના લોચે લોચા બનાવતું યુદ્ધ હવે અટકવું જોઈએ .  માટે હવે શાંતિ થવી જોઈએ . " 


આમ ઈલોન મસ્કે આ ટ્વીટ થકી બેઉ રશિયા અને યુક્રેનને શાંતિની અપીલ કરી છે . 

ઈલોન મસ્કની આ ટ્વીટ બાદ તરત જ પોલેન્ડના વિદેશ મંત્રી , રાડોસલો સીકોર્સ્કી એ સ્ટારલિંકના ઈન્ટરનેટને લઇને પ્રતિક્રિયા આપી હતી . જેમાં તેમણે લખ્યું છે કે , " યુક્રેન માટે સ્ટારલિંકનો ઈન્ટરનેટ આપવા માટેનો ખર્ચ એ પોલેન્ડના ડિજિટાઇઝેશન ખાતા દ્વારા આપવામાં આવે છે . જે વાર્ષિક $ ૫૦ મિલિયન ડોલરનો છે . જો આ જ રીતે તમે યુક્રેનને ઈન્ટરનેટ બંધ કરવાની ધમકી આપતા રહેશો તો , અમે કોઈ બીજા ઈન્ટરનેટ પ્રોવાઇડર વિશે વિચાર કરીશું . " 


પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સકીની આ ટ્વીટ બાદ , તો એલોન મસ્કે ફરી એક ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો જેમાં તેમણે લખ્યું છે કે , " ઓ નાના માણસ શાંત થઇ જાઓ , તમે તો ખાલી ખર્ચનો ખુબ નાનો ભાગ જ ચૂકવો છો . સ્ટારલિંકનો કોઈ જ વિકલ્પ નથી . " 


આ પછી ઉગ્ર વિવાદમાં US ના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની એલોન મસ્કના સમર્થનમાં પ્લેટફોર્મ X પર   પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેમણે લખ્યું છે , "  ખાલી ખાલી વાતોના વડા ના કરો . યુક્રેનને કોઈ પણ સ્ટરલિન્કની ઈન્ટરનેટ સેવા બંધ નથી થવાની .   ઉપરાંત સ્ટારલિંકના ઈન્ટરનેટ વગર યુક્રેન ક્યારનું રશિયા સામે હારી ગયું હોત  અને રશિયા આજે પોલેન્ડ સરહદે ઉભું હોત . " 


આ પછી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક , પોતાની સરકારના વિદેશ મંત્રી રાડોસલો સીકોર્સ્કીના સમર્થનમાં આવ્યા હતા , તેમણે પ્લેટફોર્મ X પર ટ્વીટ કરતા લખ્યું છે કે , " સાચી નેતાગીરી એ છે કે જેમાં પાર્ટનર અને સાથીઓનું નબળા માટે માન જળવાય  . અભિમાન કયારેય ના કરો . મિત્રો આ વિષય પર વિચાર કરો . " 


ઉપરોક્ત તમામ ટ્વીટ એક વસ્તુ સાફ દર્શાવે છે , યુરોપ અને અમેરિકા વચ્ચે રશિયા - યુક્રેન યુદ્ધને લઇને ખાઈ વધી રહી છે . 

વાત કરીએ સ્ટરલિન્કની તો તેના CEO ઈલોન મસ્ક છે . આ કંપનીનો મુખ્ય હેતુ દુર્ગમ પહાડી ,  રણ કે યુદ્ધગ્રસ્ત  વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવાનો છે .  યુક્રેન માટે સ્ટારલિંકનું ઈન્ટરનેટ ખુબ જ મહત્વનું છે . તો તમારું ઈલોન મસ્કની વાત પર શું માનવું છે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો . 



જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.