અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું "બિગ બ્યુટીફૂલ બિલ" US કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટમાંથી ખુબ પાતળી બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. આ બિલની તરફેણમાં ૫૧ મતો જયારે વિરુદ્ધમાં ૪૯ મતો પડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ પ્રસંગને ખુબ મોટી જીત ગણાવી છે.
તો હવે આ તરફ ટેસ્લાના સીઈઓ અને એક વખતના ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ એલોન મસ્કની "બિગ બ્યુટીફૂલ બિલ"ને લઇને પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે , "આ બિલનો જે લેટેસ્ટ ડ્રાફ્ટ છે તે અમેરિકામાં લાખોની સંખ્યામાં નોકરીઓ ખતમ કરી નાખશે . સાથે જ અમેરિકાને વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખુબ મોટું નુકશાન પહોંચાડશે. વિનાશકારી બિલ છે. સાથે જ ભવિષ્યના ઉદ્યોગોને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે." હવે વાત કરીએ કે , ડોનાલ્ડ ટ્રમ્પનું "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું જેનાથી અમેરિકામાં ખુબ મોટાપાયે વિવાદ સર્જાયો છે? ડોનાલ્ડ ટ્રમ્પનું "બિગ બ્યુટીફૂલ બિલ" એ એક વ્યાપક કાયદાકીય પ્રસ્તાવ છે, જેને ટ્રમ્પે તેમના બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન આગળ ધપાવ્યો છે. આ બિલને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કાયદો ગણાવ્યો છે, જેમાં નીચેના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. કરમાં રાહત: આ બિલમાં મોટા પાયે કર ઘટાડાનો સમાવેશ છે, જેમાં ટીપ્સ પર કોઈ કર નહીં, ઓવરટાઇમ પર કોઈ કર નહીં, અને અન્ય કર કપાતની જોગવાઈઓ શામેલ છે. બોર્ડર સુરક્ષા: બિલમાં સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટેના પગલાંનો ઉલ્લેખ છે, જે ટ્રમ્પના "અમેરિકા ફર્સ્ટ" એજન્ડાનો એક ભાગ છે. અમેરિકન ઊર્જા :અમેરિકાના ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન દેવા અને ઊર્જા સ્વાવલંબન વધારવા માટેની યોજનાઓ આ બિલનો ભાગ છે. ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ: આ બિલમાં વોશિંગ્ટન ડી.સી.માં "ગોલ્ડન ડોમ" નામના પ્રોજેક્ટ માટે 25 અબજ ડોલરની શરૂઆતી ફાળવણીનો ઉલ્લેખ છે, જેની કુલ કિંમત 175 અબજ ડોલર સુધી જઈ શકે છે. આ એક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. નવજાત શિશુઓ માટે આર્થિક યોજના: બિલમાં અમેરિકામાં જન્મેલા બાળકોના નામે 1,000 ડોલર જમા કરવાની યોજનાનો સમાવેશ છે, જોકે સોશિયલ સિક્યુરિટી વર્કની મંજૂરી વિનાના બાળકોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય નીતિઓ: બિલમાં અમેરિકામાં કમાયેલા પૈસાને ભારત જેવા વિકાસશીલ દેશોમાં મોકલવા પર 3.5% ટેક્સ લાદવાની જોગવાઈ છે, જેનાથી અમેરિકાને વાર્ષિક આશરે 8,000 કરોડ રૂપિયાની આવક થશે.
૯૪૦ પાનાંના આ બિલનો વિરોધ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એટલે કર્યો છે કેમ કે , ઈલોન મસ્કનું માનવું છે આ બિલ અમેરિકાનું દેવું 5 ટ્રિલિયન ડોલર સુધી વધારી શકે છે, જે દેશને "દેવાની ગુલામી" તરફ ધકેલી શકે છે. સાથે જ કેટલાક રિપબ્લિકન સાંસદોએ દાવો કર્યો છે કે તેઓએ બિલનું સંપૂર્ણ વાંચન કર્યા વિના તેના પર મતદાન કર્યું, અને તેમાં એવી જોગવાઈઓ છે જેનું તેઓ સમર્થન નથી કરતા.હવે આ બિલ US કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટમાંથી પસાર થઈ ચૂક્યું છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું . નમસ્કાર.