"Jio" અને "Airtel" વચ્ચે ઈલોન મસ્કના સ્ટારલિંક ઈન્ટરનેટ લઇને ગળાકાપ સ્પર્ધા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-12 14:34:30

રિલાયન્સ જીઓએ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે સ્ટારલિંકનું સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે કરારો કર્યા છે . તો ગયિકાલે આવા જ કરારો એરટેલે સ્પેસ એક્સ  સાથે કર્યા હતા . આમ ભારતના ટેલિકોમ સેક્ટરની બે મોટી કંપનીઓએ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ  સાથે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવા માટે રસ બતાવ્યો છે . તો આવો જાણીએ આ સ્ટારલિંકના સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ વિશે . 

રિલાયન્સ જીઓએ તેના  પ્લેટફોર્મ X ના ઓફિસિયલ એકાઉન્ટ પર ટ્વીટ કરીને ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ  સાથે સ્ટારલિંકનું સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે કરારો કર્યાની જાહેરાત કરી છે . આવી જ જાહેરાત ગયિકાલે ભારતી એરટેલ દ્વારા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને કરવામાં આવી હતી . 

જોકે આ બને કરારોને ભારત સરકારના ગૃહ ખાતાની મંજૂરી મળવાની બાકી છે . 

રિલાયન્સ જીઓ એ નક્કી કર્યું છે કે ,  સ્ટારલિંકના ઇકવીપમેન્ટ તે રીટેઈલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવડાવશે . 

આપને જણાવી દયિકે , અત્યારસુધી રિલાયન્સ જીઓ સ્ટારલિંક ઇન્ટરનેટની વિરુદ્ધમાં હતું કેમ કે , બેઉ કંપનીના વિચારો સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે સ્પેક્ટ્રમ કેવી રીતે સોંપવું જોઈએ તે અંગે અલગ અલગ હતા . રિલાયન્સ જીઓ આ માટે હરાજીની તરફેણમાં હતું જયારે ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ એ વહીવટી રીતે સ્પેકટ્રમ વહેંચવા પર ભાર મુક્યો હતો . અને ભારત સરકારે આ વહીવટી રીતે સ્પેક્ટ્રમ વહેંચવાના નિર્ણય પર મોહર મારી દીધી છે . 

સ્પેસ એક્સએ અગાઉથી જ ભારત સરકારના ગૃહ મંત્રાલય સમક્ષ સેક્યુરીટી ક્લીયરન્સ મેળવવા પર અરજી કરી દીધી છે . 

રિલાયન્સ જીઓએ આ કરારો પર વધારે પ્રકાશ પડતા કહ્યું છે કે , " સ્ટારલિંક તેના લો અર્થ ઓર્બીટ સેટેલાઇટ થકી દુર્ગમ વિસ્તારોમાં સસ્તા ભાવે ઈન્ટરનેટ પહોંચાડશે ઉપરાંત તે જીઓ એરફાઈબર અને જીઓ ફાઈબરની ક્ષમતામાં પણ વધારો કરશે. આ કરારોના લીધે ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત થશે." 


વાત કરીએ એરટેલની તો , તે પોતાના વનવેબ પ્રોજેક્ટ થકી અગાઉથી જ સેટેલાઇટ કમ્યુનિકેશનમાં હાજરી ધરાવે છે. 


બે ટેલિકોમ દિગ્ગજો રિલાયન્સ જીઓ અને એરટેલ ભારતી હવે ફક્ત પરંપરાગત બ્રોડબેન્ડમાં જ નહીં પરંતુ સેટેલાઇટ ઇન્ટરનેટ સ્પેસમાં પણ સ્પર્ધા કરવા માટે તૈયાર છે.

તો આ રેસમાં આઈડિયા - વોડાફોન કદાચ પાછળ રહી જાય તે સંભવ છે . 

તો હવે જાણીએ કેમ આ બેઉ કંપનીઓ સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ઉત્સુક છે? 

ભારતમાં જે શહેરી વિસ્તારો છે ત્યાં જીઓ અને એરટેલ તરફથી હાય સ્પીડ ફાઈબર ઓપ્ટિકની મદદથી ખુબ હાય  સ્પીડ ઈન્ટરનેટ મળે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ આવી હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બની નથી . ભારત સરકાર અને રાજ્ય સરકારોના તમામ પ્રયાસોના કારણે હજી પણ આપણા ત્યાં ઈન્ટરનેટ પેનિટ્રેશન માત્ર ૫૨  ટકા છે બાકીના ગ્રામીણ વિસ્તારોના  ૭૦ કરોડ લોકો પાસે હજુ પણ હાય સ્પીડ નેટ ઉપલબ્ધ નથી . 

વાત કરીએ સ્ટારલિંકની તો તે પૃથ્વીના લો અર્થ ઓર્બીટ એટલેકે , નીચી ભ્રમણ કક્ષામાં સ્થિત સેટેલાઇટસ થી ઈન્ટરનેટ આપશે . જે માટે તેને પરંપરાગત ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર નઈ પડે . ભારતના હિમાલયના વિસ્તારો અને ઉત્તર પૂર્વીય વિસ્તારો માટે ખુબ મોટું ગેમ ચેન્જર બનશે કેમ કે , ત્યાં ઓપ્ટિકલ ફાઈબર અથવા તો સેલ ટાવર નાખવા શક્ય નથી અથવા તો ખુબ મોંઘા પડે છે . 

પણ અહીં એક ખુબ મોટી એ પણ ચેલેન્જ છે કે , સ્ટારલિંકનું જે હાર્ડવેર છે તે ૨૫ હજારથી લઇને ૩૫ હજાર સુધીનું   છે માટે તેનું ઈન્ટરનેટ માસિક સબસ્ક્રિપ્શન ૫ થી ૭ હજાર રૂપિયે મળી શકે છે . હાલમાં ભારતમાં સ્થિત બ્રોડબેન્ડ માસિક ૭૦૦ થી ૧૫૦૦ના રૂપિયે મળે છે . તો જોઈએ હવે રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલના ઈલોન મસ્કની સ્પેસએક્સ સાથે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવા માટેના કરારો ખરેખર ગ્રાહકોને ફાયદો કરાવશે કે કેમ તે તો ભવિષ્યના ગર્ભમાં છે .

તમારું આ વિશે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો . 

જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો , ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો . 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.